Surat : તાપીમાં કૂદીને આત્મહત્યા કરવા જનાર માતા પુત્રી પૈકી પુત્રીનું મોત, માતાને બચાવી લેવાઈ
સુરત(Surat ) શહેરના ઉમરવાડા નહેરુ નગરમાં રહેતી માતા-પુત્રી જીવનથી કંટાળીને સોમવારે સવારે તાપી (Tapi )નદીના મક્કાઈ બ્રિજ પરથી કૂદવા માટે ગઈ હતી. જ્યાં 22 વર્ષીય પરિણીતાએ તાપી નદીના પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. માતા તેની પુત્રીની પાછળ નદીમાં કૂદી પડવા જતી હતી ત્યારે રાહદારીઓ અને ફાયર બ્રિગેડના અધિકાર ત્યાં પહોંચી ગયા હતા અને માતાને બચાવીને રાંદેર પોલીસને સોંપી હતી.
22 વર્ષની યુવતીનું પુલ પરથી કૂદીને મોત થયું હતું
ફાયર સૂત્રોના જણાવ્યા અનુસાર રૂબીના અકબર ખાન ઉમરવાડા નહેરુ નગરમાં રહે છે. 22 વર્ષની રૂબીનાના લગ્ન અનવર સાથે થયા હતા, અનવર ખાન ટેમ્પો ડ્રાઈવર છે. તેમના લગ્ન જીવન દરમિયાન તેમને એક સંતાન છે. સોમવારે સવારે 8.18 કલાકે માતા હમીદા અકબરખાન (45) અને 22 વર્ષીય રૂબીના મક્કાઈ પુલ પરથી તાપી નદીમાં આત્મહત્યા કરવા ગયા હતા. પુત્રીનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું, જ્યારે માતાનો બચાવ થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે મક્કાઈ પુલ નજીકથી પસાર થતા સ્થાનિક લોકો અને ફાયર ઓફિસરે માતા હમીદાને તાપી નદીમાંથી બચાવવા સમજાવ્યા અને રાંદેર પોલીસને સોંપી દીધા.
ફાયર ઓફિસરે માતાને સમજાવીને બચાવી હતી
આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કર્યા બાદ ફાયર ઓફિસર બળવંત રૂબીનાને નાવડી ઘાટમાંથી બહાર કાઢીને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં ફરજ પરના તબીબે રૂબીનાને મૃત જાહેર કરી હતી.
માતા હમીદાની પૂછપરછ કરતા ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે તે જીવનથી કંટાળી ગઈ હતી અને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતાની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પુત્રીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્વજનોને સોંપવામાં આવ્યો છે.