આવી રીતે યાદ રાખવામાં આવશે PM મોદીના માતા હીરાબાને, રાજકોટમાં ડેમનું નામ રાખવામાં આવ્યું “હીરાબા સ્મૃતિ સરોવર”

0
Dam in Rajkot named "Heeraba Smriti Sarovar"

Hiraba (File Image )

ગુજરાતના(Gujarat ) રાજકોટ શહેરની હદમાં બનેલા નાના ડેમનું નામ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના માતા સ્વર્ગસ્થ હીરાબેનના (Hiraba )નામ પરથી રાખવામાં આવ્યું છે. એક અધિકારીએ આ જાણકારી આપી. ‘ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ’ના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ-કાલાવડ રોડ પર વાગુદડ ગામ પાસે ન્યારી નદી પર ટ્રસ્ટ દ્વારા 15 લાખના ખર્ચે નાનો ડેમ બનાવવામાં આવી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે બુધવારે સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને રાજકોટના મેયર પ્રદીપ દેવની હાજરીમાં ડેમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સખિયાએ કહ્યું, “વડાપ્રધાનની માતાને શ્રદ્ધાંજલિ રૂપે, અમે નાના ડેમને હીરાબા સ્મૃતિ સરોવર નામ આપવાનો નિર્ણય કર્યો છે કારણ કે તે તેમની યાદમાં બનાવવામાં આવી રહ્યો છે,” સખિયાએ જણાવ્યું હતું. આનાથી અન્ય લોકોને પણ તેમના પ્રિય વ્યક્તિના અવસાન પછી કંઈક કરવા અથવા સારા હેતુ માટે દાન કરવાની પ્રેરણા મળશે.

હીરાબાનું 30 ડિસેમ્બરે અમદાવાદની એક હોસ્પિટલમાં 99 વર્ષની વયે અવસાન થયું હતું.

સખિયાએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટે છેલ્લા ચાર મહિનામાં દાતાઓની આર્થિક સહાયથી 75 નાના ડેમ બનાવ્યા છે. આ નવા ડેમનું કામ બે અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે અને તેમાં લગભગ 25 મિલિયન લિટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા હશે. તેમણે કહ્યું, ‘આ ડેમ 400 ફૂટ ઊંચો અને 150 ફૂટ પહોળો હશે. એકવાર પાણીથી ભરાઈ ગયા પછી તે નવ મહિના સુધી સુકાશે નહીં. આનાથી ભૂગર્ભ જળ ફરી એકઠું થશે અને નજીકના ગામોના ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *