નવજીવન આપનાર ડોક્ટર માટે મહિલાએ કર્યું અનોખું કાર્ય, ડોકટર પણ ખુશી થી થયા ગદ ગદ
હાલના સમયમાં કેટલાય એવા લોકો છે જે શારીરિક સમસ્યાથી પીડાતા હોય જેને કારણે નિરાશ થઈ જતા હોય છે. આવા સમયે યોગ્ય સારવાર અને સારા તબીબ આ વ્યક્તિનું જીવન બદલી નાખે છે. ત્યારે એ ડોક્ટર દર્દી માટે ભગવાન સમાન બની જતા હોય છે આવું જ કંઈક બન્યું છે સુરતના એક મહિલા સાથે કે જેમણે પોતાના પગ પર ક્યારેય ન ચાલી શકે તેવું ધારી લીધું હતું પરંતુ ડોક્ટરે તેમની આધાર અને ખોટી સાબિત કરી આજે તેમને પગભર કરી નવજીવન આપ્યું છે. ત્યારે ડોક્ટરનો આ ઋણ ચૂકવવા અને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે હેતુથી તેમણે ડોક્ટર પર જ એક પુસ્તક લખ્યું છે.અને તેમને ભેટ આપ્યું છે.ઘણાં સમય સુધી પથારીવશ રહ્યા બાદ ડોકટરની સારવારથી ચાલતા થયેલા મહિલા શીલા શ્રીવાસ્તવે પોતાના ડોક્ટર કુશ વ્યાસ માટે એક પુસ્તક લખી એમને ગિફ્ટ કર્યું હતું ..આ પુસ્તકનું વિમોચન તાજેતરમાં સુરત શહેરનાં કમિશનરના હસ્તે વિમોચન કરાયું હતું.
પુસ્તક લખનાર શીલા શ્રીવાસ્તવનો દિકરો ઇન્ડિયન નેવીમાં કામ કરે છે. શીલા શ્રીવાસ્તવ ઘણાં સમયથી પથારીવશ હતા અને ચાલી શક્તા ન હોતા. સુરતમાં એકલા રહેતા શીલાબેન પોતાનાં રોજ બરોજનાં કાર્યો પણ જાતે કરી શકે એમ ન્હોતા. જેથી તેમણે પોતાની ટ્રીટમેન્ટ માટે શેલ્બી હોસ્પિટલના જોઇન્ટ-રિપ્લેસમેન્ટ સર્જન ડો.કુશ વ્યાસને સલાહ લીધી હતી.અને ત્યાર બાદ ડો.કુશ વ્યાસે એમની સર્જરી કરી અને શીલાબેન ચાલતા કર્યા, બસ પછી શું હતું -શીલાબેનનું તો જાણે આખું જીવન જ બદલાઇ ગયું. પોતે હવે ક્યારેય ચાલી ન શકે એવું માની લેનારા શીલાબેનએ તેમના અનુભવ અને ડો. કુશ વ્યાસની મદદથી પોતાનાં જીવનમાં થયેલા આ ચમત્કાર લોકો સુધી પહોંચે તેમજ આશા ગુમાવી દેનારા બીજા વ્યક્તિઓને પણ યોગ્ય સારવારની મદદથી ચાલતા થાય એ હેતુથી ડો કુશ વ્યાસ પર જ તેમણે પુસ્તક લખ્યું, અને એ પુસ્તકનું નામ આપ્યું “સેકંડ ઇનિંગ વીથ ડો.કુશ વ્યાસ.
સુરતના ડો. કુશ વ્યાસ પર લખાયેલા આ પુસ્તકમાં શીલાબેને કુશ વ્યાસની મદદથી કઈ રીતે તેમની ઘૂંટણની સમસ્યાઓનું નિદાન થયું, વ્હીલ ચેર પર પોહચેલા શીલા બેનના ત્રણ કલાકના ઓપરેશન બાદ તેઓ તરત જ પગ પર ચાલતા થયા તે મહત્વ પૂર્ણ ક્ષn વિષે , તેમજ ડોક્ટરના સ્વભાવમા નમ્રતા અને શાલીનતા, આ ઉપરાંત તેમણે ડો.કુશ વ્યાસનાં પેશન્ટ્સની વાતો પણ લખી છે. જે ઘૂંટણની સમસ્યાથી પીડાતી વ્યક્તિઓ માટે દિવાદાંડી સમાન બની શકે છે.
ડોક્ટર કુશને તેમના પેશન્ટ દ્વારા આપવામાં આવેલ આ અનોખી ગિફ્ટ છે. દર્દી દ્વારા તેમના પર પુસ્તક લખવામાં આવતા ડોક્ટરે સંતોષની લાગણી અનુભવી છે. અને શીલાબેન ને નવજીવન આપનાર ડોક્ટરે પણ પુસ્તક લખવા બદલ નમ્રતા સાથે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.