Surat: યુગલનો અનોખો રાષ્ટ્રપ્રેમ,લગ્નની કંકોત્રીમાં સ્વતંત્ર સેનાનીઓના ફોટોને આપ્યું સ્થાન
• પ્રિવેડિંગ નો ખર્ચ બચાવી ડાંગના આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું
• લગ્નની કંકોત્રી આઝાદીના અમૃત મહોત્સવ થીમ પર તૈયાર કરી
હાલ ગુજરાતમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે. અને આ પાવન સમયગાળામાં અનેક યુગલો પવિત્ર અગ્નિની સાક્ષી એ ફેરા લઈ લગ્નજીવનના શ્રી ગણેશ કરશે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ લગ્નને લઈ દરેક વ્યક્તિમાં ઘણો હરખ હોય છે. વર અને કન્યા સહિત પરિવારમાં પણ તેમના લગ્ન અલગ અને વિશેષ કરવા પ્રયાસ કરતા હોય છે. અને તેને અનુરૂપ અવનવી લગ્ન કંકોત્રી થી માંડી બીજી અનેક થીમ પર લગ્નના પ્રસંગો આયોજિત કરવામાં આવતા હોય છે. આ બધા વચ્ચે સુરતના એક યુગલે આ લગ્ન પ્રસંગમાં અવનવું ઉમેરાયેલું બધું જ સાઇડ પર રાખીને પોતાના લગ્નમાં રાષ્ટ્રપ્રેમ બતાવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેઓએ અન્ય યુગલોની જેમ પ્રીવેડિંગનો ખર્ચો બચાવ્યો છે અને તેનાથી ગરીબ બાળકોને ભોજન કરાવ્યું છે.
સુરતમાં રહેતા ચાવડા પરિવારના પુત્ર કરણચાવડાના લગ્ન શિવાંગી ચાંપાનેરિયા સાથે નક્કી થયા છે અને આઠ ડિસેમ્બર ના રોજ તેમના લગ્ન થવા જઈ રહ્યા છે. જોકે આ યુગલે લગ્ન પ્રસંગની કંકોત્રીમાં રાષ્ટ્રપ્રેમ બતાવ્યો છે. આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં લગ્ન પ્રસંગ દરમિયાન અનેક નવી કંકોત્રી ની થીમ આપણને જોવા મળતી હોય છે. પરંતુ આ દરેક બાબતોથી અલગ આ યુગલ એ પોતાની કંકોત્રીમાં સરદાર પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, અને અન્ય સ્વતંત્ર સેનાનીઓના ફોટા અને સ્થાન આપ્યું છે. આ યુગ અને તેમની કંકોત્રી આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર તૈયાર કરી છે.
લગ્નની કંકોત્રીમા આ યુગલે રાષ્ટ્રપ્રેમ બતાવ્યો છે. તો બીજી બાજુ આ યુગલે પ્રી વેડિંગનો ખર્ચ પણ બચાવ્યો છે. હાલના સમયમાં દરેક યુવાનો પોતાની પરિસ્થિતિ અનુકૂળ પ્રીવેડિંગ શૂટ કરાવતા હોય છે ત્યારે આ યુગલે પ્રિવેડિંગનો ખર્ચ બચાવી ડાંગના આદિવાસી બાળકોને ભોજન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હાલના સમયમાં લગ્ન લેવાતા જ બજેટ કોઈપણ હોય પરંતુ દરેક વ્યક્તિને પોતાની કંકોત્રી અને લગ્ન પ્રસંગો બીજાથી શ્રેષ્ઠ દેખાય તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે. લગ્ન નક્કી થતાં જ યુગલો સૌથી પહેલા યુનિક કંકોત્રી પ્રી વેડિંગ શૂટ અને ડિઝાઇનર કપડા પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે. ત્યારે સુરતના આ યુગલે કંકોત્રીમાં રાષ્ટ્રપ્રેમ અને પ્રી વેડિંગ ની જગ્યાએ બાળકોને ભોજન કરાવી લગ્નના પ્રસંગોની તૈયારી કરી છે.