Gujrat: મનિષ સિસોદિયાએ સ્વીકાર્યુ સી આર પાટિલનું આમંત્રણ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે શિક્ષણ અને આરોગ્ય સૌથી વધુ ચર્ચામાં રહેલા વિષયોમાંનો એક છે. ભાજપે 27 વર્ષથી ગુજરાતમાં શાસન કર્યું છે, તેથી આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરે છે.જે ને પગલાં ફરી એકવાર સી.આર. પાટીલના શિક્ષણ અંગેના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આડકતરી રીતે દિલ્હીના સીએમ કેજરીવાલને ગુજરાતની શાળાઓ માટે પડકાર ફેંક્યો હતો. સીઆર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાનગી શાળાઓના 21,000 થી વધુ બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. તમામ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ખોટી વાતો કરનારાઓએ ગુજરાતની શાળામાં જવું જોઈએ.
• આ પહેલા કેજરીવાલે દિલ્હીની શાળાઓની વાત કરી હતી.
શિક્ષણને લઈને રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. સી.આર પાટીલે ફરી એકવાર કેજરીવાલને સીધો પડકાર આપ્યો છે. થોડા દિવસો પહેલા કેજરીવાલે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે દિલ્હીની ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં મોટી સંખ્યામાં પ્રવેશ મેળવી રહ્યા છે. દિલ્હીમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળાઓમાં જઈ રહ્યા છે. પોતાની શાળાના સતત વખાણ કરતા કેજરીવાલે હંમેશા ટ્વીટ દ્વારા ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે.
• કેજરીવાલને આડકતરી રીતે પડકાર્યા હતા
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવેદને સુરતમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યા બાદ જોર પકડ્યું હતું. તાજેતરમાં કેજરીવાલના ટ્વીટના સી.આર. પાટીલે જવાબ આપ્યો અને કહ્યું કે અહીં કેટલાક લોકો તેમના દ્વારા બનાવવામાં આવેલી શાળાઓ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. ગુજરાતમાં 40 હજાર જેટલી અદ્યતન શાળાઓ છે.
• ગુજરાતની શાળાઓની મુલાકાત લેવા આમંત્રણ આપ્યુંઃ પાટીલ
નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સ્માર્ટ બોર્ડ પર અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતમાં ખાનગી શાળાઓના 21,000 થી વધુ બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. એટલું જ નહીં, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દેશભરમાં એકમાત્ર એવું શહેર છે કે જ્યાં સમગ્ર દેશમાંથી લોકો વસે છે, જ્યાં 7 ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. લોકો શિક્ષણ આપવાના આ પ્રયાસથી ખૂબ પ્રભાવિત થયા છે અને તેમના બાળકોને સરકારી શાળાઓમાં દાખલ કરી રહ્યા છે, તેથી મેં આમંત્રણ આપ્યું છે.
• પાટિલના નિવેદન બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ હું પાટીલ સાહેબના આમંત્રણનો સ્વીકાર કરું છું.
ત્યારે પાટીલ ના આ નિવેદન બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા એ પણ જવાબ આપતા જણાવ્યું હતું કે અમે પાટીલ જીનું આમંત્રણ સ્વીકરીએ છે, અમે તેમની શાળા જોવા ચોક્કસ આવીશું. જ્યાં સૌથી પહેલા તમારા શિક્ષણ મંત્રીની વિધાનસભાની શાળા જોવા જઈશું. આ ઉપરાંત મનિશ સિસોદિયા એ ઉમેર્યું હતું કે અમે ડેટા ચેક કરતા અને હિસાબ લગાવતા હતા કે ગુજરાતમાં કેટલા દિવસ લાગે છે સ્કૂલોને ઠીક કરતા, અમે ગુજરાતના ખૂણે ખૂણે જઈને સ્કૂલો જોઈ છે તે બધી સ્કૂલો ખરાબ પડી છે,, ભણવાની સુવિધા નથી અને શિક્ષકોની વ્યવસ્થા નથી જો આ લોકો 27 વર્ષમાં અત્યારે 73 સરકારી સ્કૂલ ઠીક કરે છે તો ગુજરાતમાં કુલ 40,800 સરકારી સ્કૂલો છે તો એ પ્રમાણે બધી સ્કૂલ ઠીક કરતા ભાજપને 15 હજાર વર્ષો વીતી જશે,
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સી આર પાટીલે જે નિવેદન આપ્યું છે કે 27 વર્ષમાં તેમણે 73 શાળાઓ ઠીક કરી અને એ પણ પ્રાથમિક શાળાઓ ઠીક કરી હતી.જે ગુજરાતના લોકોને મંજૂર નથી ગુજરાતના લોકો પાંચ વર્ષમાં શાળાઓ ઠીક કરવા માંગે છે અને આ થઈ શકે છે કારણ કે કેજરીવાલ એ કરી બતાવ્યું છે અને ગુજરાતમાં પણ કરીને બતાવશે સી આર પટેલ સાહેબે અમને ગુજરાતની શાળાઓ જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે તો હું પાટીલ સાહેબના આમંત્રણનો સ્વીકાર કરું છું.