Surat: સુરતમાં “આપ” કા રાજા: ગણેશ પંડાલમાં ભક્તિ સાથે પાર્ટીનો પ્રચાર
વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તળાવમાં તૈયારી કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી એ હવે ગણેશ ઉત્સવમાં પણ ભક્તિ પ્રસાર સાથે પાર્ટીના પ્રચારનો અભિગમ અપનાવ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેમાં ગુજરાત વિધાનસભાના પંડાલમાં ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. સાથે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના કટ આઉટ પણ મૂકવામાં આવ્યા છે.
સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવની આયોજન કરવામાં આવ્યું છે. જેનું નામ “આપ”કા રાજા આપવામાં આવ્યું છે.જ્યાં શહેરના ગણેશ પંડાલ કરતા કઈક યુનિક મંડપ બનાવવામાં આવ્યો છે, આપ દ્વારા તૈયાર કરાયેલા આ ગણેશ મંડપમાં ગણેશજીની કૃપાથી પાર્ટી ભ્રષ્ટાચાર, મોંઘવારી દૂર કરશે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે કેજરીવાલે ગુજરાતની જનતાને આપેલું વચન પણ પોસ્ટર દ્વારા જોવા મળ્યું હતું.
સુરતના વરાછા વિસ્તારમાં અનોખો ગણેશ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ પંડાલને ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગની તર્જ પર તૈયાર કરવામાં આવ્યો છે.જેને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તૈયાર કર્યો છે.આપએ તેનું નામ ‘આપ કા રાજા’ રાખ્યું છે.આ પંડાલમાં ગણેશજીની પ્રતિમા રાખવામાં આવી છે.આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના AAPના નેતાઓ હાથમાં ઝાડુ પકડીને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર, શોષણ, અરાજકતા અને મોંઘવારીને સાફ કરવાના AAPના પ્રયાસને બતાવી રહ્યા છે.
વિધાનસભા થીમ પર તૈયાર કરાયેલ આ ગણેશ મંડપમાં અંદર પ્રવેશતા ની સાથે જ મંડપમાં ચારે બાજુ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી અને પંજાબમાં કરવામાં આવી રહેલા કામો અંગે ના બેનરો લગાવવામાં આવ્યા છે સાથે જ ગણેશજીના હાથમાં તિરંગા વાળી પ્રતિમા છે પ્રતિમાની પાછળ વિધાનસભાની મોટી તસવીર લગાવવામાં આવી છે અને ગણેશજીની આજુબાજુ પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં ઝાડુ લઈને જોવા મળે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે બે મહિના બાકી છે, આવી સ્થિતિમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.દરેક પક્ષો મતદારોને આકર્ષવા નવી જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં પણ ચૂંટણીની તૈયારી દેખાઈ હતી. જ્યાં આમ આદમી દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં એક તરફ આપના નેતાઓ મોંઘવારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ મુદ્દે વિધાનસભામાં ઝાડુ મારતા બતાવ્યા છે.અને સાથે તેઓ દ્વારા કરાયેલા કાર્યો ના પણ બેનરો આ પંડાલમાં લગાવવામાં આવ્યા છે.