Surat: મહેમાન બન્યો હેવાન, 6 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

0

શ્રમજીવી પરિવારને ઘેરે આવેલા મહેમાનને રાખવાનું ભારે પડ્યું

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી અપહરણ,છેડતી અને બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.જેને લઇ મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.સુરતમાં  ત્રણ દિવસ પેહલા પુણામા યુવતી સાથે થયેલ ગેંગરેપ મામલે પોલીસ હજીએ આરોપી સુધી નથી પોહચી  શકી ત્યાં ફરીવાર 6 વર્ષની માસૂમ બાળકી હવસનો શિકાર બની છે. 6 વર્ષની માસૂમ સાથે બળાત્કારની ઘટનાને પગલે શરીજનોમાં આક્રોશ ફેલાયો છે.

નાનપુરા વિસ્તારમાં રહેતા મૂળ દાહોદના શ્રમજીવી પરિવારને તેમના ઘેરે આવેલા મહેમાનને રાખવાનું ભારે પડ્યું છે. મહેમાન તરીકે રોકાયેલા નરાધમે આસરો આપરનાર શ્રમજીવીની ૬ વર્ષની માસૂમ બાળકી ઉપર દાનત બગાડી રાત્રે બળાત્કાર કર્યો હતો.

મૂળ દાહોદના વતની અને હાલમાં નાનપુરા વિસ્તારમાં રહેતો યુવાન તેની પત્ની અને છ વર્ષની બાળકી સાથે રહી મજૂરી કામ કરી પરિવારનું ભરણ પોષણ કરે છે. તેની પહેલી પતીનું અવસાન થઇ જતાતે મણે બીજા લગ્ન કર્યા હતા. બાદમાં તે બંને છ વર્ષની દીકરી સાથે અહીં વસવાટ કરતા હતા. આ દરમિયાન ગતરોજ બાળકીની માતાનો સબંધી લાલસીંગ સમુડાભાઇ ખડીયા ગતરોજ તેમના ઘરે આવ્યો હતો. રાત્રે લાલસીંગે પરિવાર સાથે જમી તેના ઘરે જ મહેમાન બનીને સુઇ ગયો હતો. મોડીરાત્રે લાલસીંગે છ વર્ષની બાળકી પર દાનત બગાડી હતી. લાલીંગે મધરાત્રે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બાળકી રડવા લાગતા તેના માતા-પિતા જાગી ગયા હતા. જેથી બાળકીએ લાલર્સીંગે કરેલી કરતૂત જણાવી હતી. બાળકીના પિતાએ તેને પકડી અઠવા પોલીસને જાણ કરી હતી.પોલીસે હાલ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *