ગુજરાત: શાળાઓમાં 20 ઓક્ટોમ્બરથી 21દિવસનું દિવાળી વેકેશન
દિવાળી વેકેશન માટે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શાળાઓમાં દિવાળી વેકેશન નિયત કરવા પરિપત્ર જાહેર કરાયો છે. તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશન તારીખ ૨૦-૧૦-૨૦૨૨થી ૯-૧૧-૨૦૨૨ સુધી એટલે કે કુલ ૨૧ દિવસનું નિયત કર્યું છે. વેકેશનમાં દિવાળીના તહેવારોમાં
વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.૧૦મી નવેમ્બરથી શાળાઓ ફરી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે.
મહત્વનું છે કે, દિવાળી વેકેશનથી પ્રથમ સત્રનો શાળામાં અંત આવશે જ્યારે દિવાળી વેકેશન ખુલશે ત્યારે દ્વિતિય સેમેસ્ટરનોપ્રારંભ થઇ જશે.