ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 1800233-5500 હેલ્પલાઇન નંબર જારી
ધો. ૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ,વાલીઓ અને શાળાઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા માર્ચ, ૨૦૨૩માં લેવામાં આવશે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહેતે માટેબોર્ડદ્વારા ૧૮૦૦૨૩૩૫૫૦૦ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે.
૧લી માર્ચથી ૨૯મી માર્ચ સુધી નંબર કાર્યરત રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરેલા પરિપત્ર અનુસાર બોર્ડદ્વારા ધોરણ-૧૦અને ૧૨ની પરીક્ષા ૧૪મી માર્ચથી ૨૯મી માર્ચ, ૨૦૨૩દરમિયાનલેવાશે. પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ૧૮૦૦૨૩૩૫૫૦૦ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧લી માર્ચથી ૨૯મી માર્ચ, ૨૦૨૩ સુધી કાર્યરત રહેશે. જેનો સમય સવારે ૧૦થી સાંજે ૬.૩૦ કલાક સુધીનો રહેશે. જિલ્લા શિક્ષણધિકારીને શાળાઓના ધોરણ-૧૦અને ૧૨ના વિદ્યાર્થીઓને ટોલ ફ્રી હેલ્પલાઇનનંબરની માહિતી મળી રહે, તેમજ – જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઇન – .નંબર શરૂ કરવા અને તે કાર્યવાહીની વિગતો કચેરીને મોકલવા પણ સૂચના આપવામાં આવી હતી.