Surat:શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ૧૨માં 100 બાળકો ગણવેશથી વંચિત

0
  •   શિક્ષણ સમિતિની શાળાના કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ ગણવેશથી વંચિત
  •   કેટલા વિદ્યાર્થીઓના ગણવેશ બાકી છે, તેની માહિતી મેળવી, તાત્કાલિક વિદ્યાર્થીઓને ગણવેશ આપવા અને એજન્સીને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત
  •  શિક્ષણ સમિતિ ચેરમેનના ઘર પાસેની સ્કૂલમાં 100 બાળકો ગણવેશ વિનાના
  •  ઇજારેદારને બ્લેકલીસ્ટ કરવા કરી માંગ..

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવ્યા નથી. ગણવેશ બાકી હોય તેવા વિદ્યાર્થીઓની માહિતી મેળવી તાત્કાલિક ગણવેશ આપવા અને ગણવેશ માટે જે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાંઆવ્યો છે તેને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

 

સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યો સુરેશ સુહાગીયા અને શિફ જરીવાલાએ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કેસમિતિની કેટલીક શાળાઓમાં બાળકોને ગણવેશ આપવામાં આવ્યા નથી એવી ફરિયાદ વાલીઓએ કરી છે. પૂર્વ સભ્યો દ્વારા અંબાનગર ખાતે આવેલી શાળા ક્રમાંક૧૨ ખાતે મુલાકાત લીધી હતી. જ્યાં ૪૧૨ વિદ્યાર્થીઓમાંથી ૧૦૦જેટલા વિદ્યાર્થીઓને હજુ પણ ગણવેશ મળ્યા નથી. બીજું સત્ર પણ શરૂ થઈ ગયું હોય તેમ છતાં વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવ્યા નથી. આથી જેટલી પણ શાળાઓમાં વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવ્યા નથી. તેની માહિતી મેળવી તાત્કાલિક વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવે. ગણવેશ માટેજે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *