ભટાર ખાતે રકતદાન કરવા ગયેલ યુવક અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડ્યો:જુઓ સીસીટીવી વિડિયો

0

સુરતના ભટાર ખાતે એક યુવક રક્તદાન કરવા ગયો હતો તે દરમ્યાન યુવક એપાર્ટમેન્ટની ટાંકીમાં પડી ગયો હતો. ઘટનાને પગલે લોકો ભેગા થઈ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જ્યાં મજુરા ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને યુવકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવક વૃષાંક વ્યાસ ગતરોજ ભટાર વિસ્તારમાં અશોકા પેવેલિયન A વિભાગ કાપડીયા હેલ્થ ક્લબ ની સામે બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતી.ત્યાં બ્લડ ડોનેટ કરવા ગયો હતો.તે સમયે શોર્ટકટ રસ્તે જતા ખાલી પાણી ની ટાંકી ના ઢાંકણ પર પગ પડતા યુવક અંદાજે ૧૦ ફૂટ પાણી ની ખાલી ટાંકી માં પડી ગયો હતો. યુવક ટાંકીમાં પડતા જ ત્યાં હાજર અન્ય લોકો દોડી આવ્યા હતા. અને તુરંત જ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મજૂરા ફાયર વિભાગનો કાફલોજ સ્થળ પર પહોંચી ગયો હતો. મજૂરાગેટ ફાયરબ્રિગેડના જવાનો દ્વારા સિડીની મદદથી યુવકને બહાર કાઢી ૧૦૮ દ્વારા નિર્મલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.જ્યાં . દર્દી ને કમર ના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

રકતદાન કરવા ગયેલો યુવક ટાંકીમાં પડ્યો તે સમગ્ર ઘટના ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.જેમાં જોઈ શકાય છે કે યુવક ફોન પર વાત કરતો જઈ રહ્યો હોય છે તે સમયે અચાનક તેનો પગ અંડર ગ્રાઉન્ડ પાણીના ઢાંકણા પર પડતાં તે સીધો ટાંકીમાં પડી જાય છે અને ત્યાં હાજર સ્થાનિક લોકો તેને બચાવવા દોડી આવે છે. જો કે ફાયરના જવાનો દ્વારા ઓક્સિઝનનો માસ્ક પેહરી અંદર ઉતર્યો અને યુવકને સમયસર બહાર કાઢી પ્રશ્નસીય કામગીરી કરી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *