શુભ કાર્યમાં કેમ આપવામાં આવે છે શગુનનો એક રૂપિયો ?
મંદિરમાં (Temple) દાન કરતી વખતે અથવા કોઈને ભેટ તરીકે ચાંદલો આપતી વખતે હંમેશા એક રૂપિયાનો સિક્કો નાખવામાં આવે છે. તમે ઘણી વખત આવું કર્યું હશે. ઘણીવાર આપણે ઘરના વડીલોની નકલ કરીને આવું કરતા હોઈએ છીએ. દાન 11 રૂપિયાનું હોય કે 1 લાખનું, દરેક વ્યક્તિ એક રૂપિયો શુકન આપે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં આ 1 રૂપિયાના સિક્કાનું શું મહત્વ છે ? દાન અને શુકન વગેરેમાં એક રૂપિયો કેમ વધે છે? ઘણા લોકો આ પાછળનું કારણ નથી જાણતા. આવો જાણીએ આ પાછળનું કારણ શું છે.
શુભ કાર્યમાં 1 રૂપિયાનું મહત્વ
એવું માનવામાં આવે છે કે શૂન્ય અંતનું પ્રતીક છે, જ્યારે ‘એક’ નવી શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે. આ વધારાનો એક રૂપિયો એ સુનિશ્ચિત કરે છે કે જેને આ એક રૂપિયો આપવામાં આવે છે તે દરેક વ્યક્તિના જીવનની સુખી અને સમૃદ્ધ શરૂઆત થાય છે. તેથી ઝીરો ડિજીટવાળી રકમ આપવી શુભ માનવામાં આવતું નથી. તેવી જ રીતે, ગાણિતિક રીતે કહીએ તો, 100, 500 અને 1000 સંખ્યાઓ અનંત રીતે વિભાજ્ય છે, પરંતુ સંખ્યાઓ 101, 501 અને 1001 નથી.એક રૂપિયા સાથે ભેંટ આપવું એ એક પ્રકારનો આશીર્વાદ છે, અને જેનાથી આપણે ઈચ્છીએ છીએ કે આ શુભેચ્છાઓ અને આશીર્વાદ હંમેશા અવિભાજ્ય રહે. તો 100 રૂપિયાની સાથે એક રૂપિયો ઉમેરવાનું યાદ રાખો.
આ સિવાય એક રૂપિયો દાન આપવાનું બીજું કારણ એ છે કે એક રૂપિયો મૂળ રકમથી આગળ સાતત્યનું પ્રતીક છે. તે આપનાર અને મેળવનાર વચ્ચેના બોન્ડને મજબૂત બનાવે છે. તેનો સીધો અર્થ એ છે કે આપણો સારો સંબંધ હંમેશ માટે ટકી રહેશે અને આપણે હંમેશા પ્રેમના બંધનમાં બંધાઈશું.
ચાંદલો આપતી વખતે એ પણ યાદ રાખો કે એક રૂપિયાનો સિક્કો ઉમેરવામાં આવે તે ક્યારેય એક રૂપિયાની નોટ ન હોવી જોઈએ. સિક્કો ધાતુથી બનેલો છે, જે પૃથ્વીમાંથી આવે છે અને તેને દેવી લક્ષ્મીનો ભાગ માનવામાં આવે છે. જ્યારે મોટી રકમ રોકાણ છે, ત્યારે એક રૂપિયાનો સિક્કો એ રોકાણની વધુ વૃદ્ધિનું “બીજ” છે. હવે તમે જાણો છો કે એક રૂપિયાનો સિક્કો કેટલો મહત્વનો છે.
(ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી આપવામાં આવી છે. અમે તથ્યો વિશે કોઈ દાવા કરતા નથી કે અંધશ્રદ્ધાને સમર્થન આપતા નથી)