સુરતમા યોગા કરતી વેળાએ યુવકની તબિયત લથડી, તબીબએ મૃત ઘોષિત કરતા ચકચાર
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતા યુવકોના મોત થયાની ઘટના બાદ હવે સુરતમાં યોગા કરતી વખતે એક યુવકની તબિયત લથડી હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબોએ તે યુવકને મૃત જાહેર કર્યો હતો. અકાળે થયેલા યુવકના મોતને પગેલ પરિવાર શોકમાં સરી પડ્યો છે.
મળતી માહિતી મુજબ સુરતના કિરણ ચોક થી હરેકૃષ્ણ ફાર્મ માં રહેતા મુકેશભાઈ ખીમજીભાઈ મેદપરા કિરણ ચોક હરે કૃષ્ણ ફાર્મમાં યોગા અને એરોબીક્સના ક્લાસમાં વાર તહેવારે પત્ની સાથે યોગા કરવા જાય છે. તે મુજબ તેઓએ આજે પણ યોગા કરી રહ્યા હતા. તે સમયે અચાનક તેમની તબિયત લથડી હતી.તેઓને એસીડીટી જેવું લાગતું હોય તેમને ગાદલા પર સુવડાવ્યા હતા,અને પાણી પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેઓએ ઉલતી કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જતા તબીબોએ જણાવ્યું હતું કે તેઓનું હર્દય બંધ થઈ જવાથી તેમનું મોત નિપજ્યું છે. યોગ કરાવતી વખતે અચાનક તબિયત બગડવી અને ત્યારબાદ યુવકનું મોત થતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો દોડિયા આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પીએમ રિપોર્ટ બાદ તેઓના મોતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ઉલ્લેખનીયછે કે સુરતમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ ત્રણ યુવકોના મોત થયા બાદ હવે યોગ દરમિયાન યુવકની તબિયત લથડયા બાદ તેનું મોત થયું હોવાનું સામે આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.