રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે આનંદના સમાચાર : પશ્ચિમ રેલવેએ 10 ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાનો લીધો નિર્ણય
પશ્ચિમ રેલવેએ 10 ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં ઉધનાથી ઉપડતી ત્રણ, વલસાડથી બે અને વાપીથી ઉપડતી અડધો ડઝન ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સમર સ્પેશિયલ ટ્રેનોને સમાન રચના, સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ભાડા પર ટ્રિપ્સ સાથે લંબાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે લાંબા અંતરની ટ્રેનોમાં ભીડને જોતા 17 ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સુરત અને ઉધનામાંથી 10 ટ્રેનો પસાર થાય છે. 09033 ઉધના-બરૌની સાપ્તાહિક વિશેષને 30મી ઓગસ્ટ સુધી અને 09034 બરૌની-ઉધના સાપ્તાહિક વિશેષને 1લી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
09011 ઉધના-માલદા ટાઉન સ્પેશિયલ જે 22મી જૂન સુધી નોટિફાઇડ કરવામાં આવી હતી તેને પણ 31મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. વળતરની દિશામાં, 09012 માલદા ટાઉન – ઉધના સ્પેશિયલ 2 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 09057 ઉધના-મેંગલુરુ સ્પેશિયલ 30મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે, તેના બદલામાં 09058 મેંગલુરુ-ઉધના 31મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. 09025 વલસાડ-દાનાપુર સ્પેશિયલ 28 ઓગસ્ટ સુધી અને તેના બદલામાં 09026 દાનાપુર-વલસાડ સ્પેશિયલ 29 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
તેવી જ રીતે, 09097 વલસાડ – જમ્મુ તાવી સુપરફાસ્ટને પરત મુસાફરીમાં 28 ઓગસ્ટ અને 29 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. 09005 વાપી – ઇજ્જતનગર દ્વિ-સાપ્તાહિક વિશેષને 27 ઓગસ્ટ સુધી અને પરત દિશામાં 28 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. 09183 મુંબઈ સેન્ટ્રલ – બનારસ સાપ્તાહિક વિશેષને 30 ઓગસ્ટ સુધી અને વળતરની દિશામાં 1 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 09075 મુંબઈ સેન્ટ્રલ – કાઠગોદામ સાપ્તાહિક વિશેષને 30 ઓગસ્ટ સુધી અને પરત દિશામાં 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
09061 મુંબઈ સેન્ટ્રલ – બરૌની સ્પેશિયલને 29 ઓગસ્ટ સુધી અને વળતરની મુસાફરીમાં 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સાપ્તાહિક વિશેષને 31 ઓગસ્ટ સુધી અને વળતરની દિશામાં 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે.