Surat: ઉકાઈમાંથી પાણી છોડવાનું શરૂ થતાં સુરત મનપા તંત્ર એલર્ટ
ઉકાઈમાં વિશાળ માત્રામાં સતત નવા પાણીની આવક ચાલુ રહેતા ડેમની જળસપાટી ૩૪૧.૪૦ ફૂટે પહોંચી જતા નિર્ધારિત રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી છોડાતા પાણીની માત્રા વધારીને ૧.૩૯ લાખ ક્યુસેક કરી દેવાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે.
ઉકાઈના સૂત્રોએ જણાવ્યા મુજબ ડેમમાંથી ૧,૩૯,૧૨૭ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજની તારીખે ડેમનું રૂલ લેવલ ૩૪૦ફૂટ નિર્ધારિત કરાયેલું હોવાથી ડેમમાં પાણીની આવક હોવાથી ડેમમાં પાણીની આવક ૧,૫૬,૫૮૮ ક્યુસેક નોંધાતા છોડાતા પાણીની માત્રા વધારીને ૧.૩૯ લાખ ક્યુસેક કરી દેવામાં આવી છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ યથાવત રહેવા પામ્યો છે. તેથી મહારાષ્ટ્રની હદમાં આવેલા હથનૂર ડેમની જળસપાટી આજે ગુરુવારે પણ ૨૧૨.૫૭ ગુરુવારે પણ ૨૧૨.૫૭મીટર રહેતા હથનૂરમાંથી તાપી નદીમાં 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈના કેચમેન્ટ એરિયામાં વરસાદ પડતા તથા હથનૂરમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં આજે સવારે નવા પાણીની આવક ૧,૫૬,૫૮૮ ક્યુસેક નોંધાતા ડેમમાંથી વિશાળ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે.