Viral Video : જયારે મહિલાએ બ્રેકની જગ્યાએ દબાવ્યું એક્સિલેટર

Viral Video: When the woman pressed the accelerator instead of the brake
સોશિયલ મીડિયા (Social Media) પર અલગ-અલગ જગ્યાએ અકસ્માતના(Accident) વીડિયો વાયરલ થતા રહે છે. આવા વિડિયો (Video) પણ નેટીઝન્સનું ઘણું ધ્યાન આકર્ષિત કરે છે. હવે આવો જ એક વીડિયો ગુજરાતના વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક બેકાબૂ કાર ક્રોકરી સ્ટોરમાં ઘૂસી ગઈ હતી. બન્યું એવું કે કાર ચલાવતી મહિલાએ પાર્કિંગ વખતે બ્રેકને બદલે એક્સીલેટર દબાવ્યું. આ પછી જે કંઈ થયું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્ટોર માલિકે મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બુધવારે રાત્રે આ વિચિત્ર ઘટના બની હતી, જ્યારે એક મહિલા ડ્રાઇવરે ભૂલથી ક્રોકરી સ્ટોરને ટક્કર મારી હતી. કાર પાર્ક કરતી વખતે મહિલાએ અકસ્માતે બ્રેકને બદલે એક્સીલેટર પર પગ મુક્યો હતો. જેના કારણે કાર સીડીઓ ચડીને શોરૂમની અંદર પ્રવેશી હતી. આ સમગ્ર ઘટના ક્રોકરી સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
गुजरात के वडोदरा में कार चला रही महिला हादसे का शिकार हो गई. कार चलाते समय महिला ने ब्रेक की बजाए एक्सीलेटर पर पैर रख दिया. जिसके कारण स्पीड बढ़ने से कार सीधे क्रॉकरी स्टोर में जा घुसी. pic.twitter.com/0zKf94xwg4
— Narendra Singh (@NarendraNeer007) January 19, 2023
જો કે આ વિચિત્ર અકસ્માતમાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. આ અંગે શોરૂમના માલિક મહેશભાઈ સિંધાણીએ મહિલા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા દુકાનમાં ક્રોકરી ખરીદવા આવી હતી, પરંતુ કારની ટક્કરને કારણે શોરૂમનો એક બાજુનો આખો કાચ તૂટી ગયો હતો, જ્યારે લાખોની કિંમતની ક્રોકરી ખાખ થઈ ગઈ હતી. કાચ તૂટવાનો અવાજ સાંભળી વિસ્તારના લોકો ગભરાઈ ગયા હતા.