મનપાની સીટી બસમાં મોતની મુસાફરીનો વીડિયો વાયરલ : જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે
સુરતમાં સીટી બસનો એક વિડીયો વાયરલ થયો છે. આ સીટી બસમાં લોકો જીવના જોખમે લટકીને મુસાફરી કરતા નજરે ચડી રહ્યા છે. ત્યારે આવી જોખમી મુસાફરી દરમ્યાન જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે
સુરત શહેરમાં વિકસતું શહેર છે અને દેશના અનેક રાજ્યોમાંથી લોકો રોજગારી માટે સુરત શહેરમાં આવતા હોય છે શહેરમાં મોટા ભાગના લોકો કામ ધંધે તેમજ શાળા કોલેજમાં જવા સીટી બસનો ઉપયોગ કરે છે ત્યારે સુરતમાં સીટી બસનો એક વિડીયો શોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે
સુરતમાં વાયરલ થયેલા સીટી બસના વિડીયોમાં જોઈ શકાય છે કે બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી છે અને કેટલાક મુસાફરો બસમાં લટકીને જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. બસની કેપીસીટી કરતા વધુ મુસાફરો બસમાં ભર્યા છે અને કેટલાક લોકો બસમાં લટકી રહ્યા છે. ત્યારે સવાલ અહી એ ઉભો થાય છે કે જો આવી રીતે જોખમી મુસાફરી દરમ્યાન કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? શા માટે આવી મોટી બેદરકારી રાખવામાં આવી રહી છે ?
ભૂતકાળમાં પણ સીટી બસમાંથી લોકો પટકાયા હોવાની ઘટના સામે આવી ચુકી છે ત્યારે આવી રીતે જોખમી મુસાફરી કરવી કેટલી યોગ્ય છે તે એક મોટો સવાલ અહી ઉભો થાય છે. તંત્ર પણ આ મામલે તકેદારી રાખે તે ખુબ જ જરૂરી બન્યું છે અને લોકો પણ આવી રીતે જીવના જોખમે મુસાફરી કરવાનું ટાળે તે તેઓના હિતમાં છે