twitter-blue-tick- પૈસા ચૂકવ્યા પછી પણ અમિતાભ બચ્ચનને પાછું નથી મળ્યુ બ્લુ ટિક, ટ્વીટ કરી કઈ દીધી આ વાત
ટ્વિટરની બ્લુ ટિક્સને લઈને ઘણો હોબાળો થયો છે. એલોન મસ્કએ રાતોરાત દરેકની બ્લુ ટીક્સ પાછી ખેંચી લીધી છે. આ યાદીમાં અમિતાભ બચ્ચનથી લઈને વિરાટ કોહલી જેવી હસ્તીઓ પણ સામેલ છે જેમની બ્લુ ટિક ગાયબ થઈ ગઈ છે. ઈલોન મસ્કે કહ્યું છે કે જે પૈસા ચૂકવશે તેને જ બ્લુ ટિક મળશે. હવે અમિતાભ બચ્ચને પણ બ્લુ ટિક માટે પૈસા આપ્યા છે પરંતુ તેમને બ્લુ ટિક પાછી મળી નથી.
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કહ્યું, ‘T 4623 – ए twitter भइया ! सुन रहे हैं ? “अब तो पैसा भी भर दिये हैं हम … तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं – Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का” ??
બ્લુ ટિક માટે સબ્સ્ક્રિપ્શન આવશ્યક
ટ્વિટરે એક દિવસ પહેલા બ્લુ ટિક વિશે જાહેરાત કરી હતી કે બ્લુ ટિક માટે સબસ્ક્રિપ્શન પ્લાન લેવો પડશે. તેના વેરિફાઈડ એકાઉન્ટમાંથી માહિતી આપતા ટ્વિટરે કહ્યું હતું કે લેગસી બ્લુ ચેકમાર્ક હટાવવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. અમે લેગસી ચકાસાયેલ ચેકમાર્કને નાપસંદ કરી રહ્યાં છીએ. એટલે કે, મફત છે તે તમામ બ્લુ ટિક દૂર કરવામાં આવશે અને જો તમે તમારા એકાઉન્ટ પર વાદળી માાર્ક જાળવી રાખવા માંગો છો, તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે.