અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવતા રોકડ દાનમાં ત્રણ ગણો વધારો : 15 દિવસમાં જ 1 કરોડનું દાન

0
Triple increase in cash donation for construction of Ayodhya Ram temple

Triple increase in cash donation for construction of Ayodhya Ram temple

અયોધ્યામાં(Ayodhya) ભવ્ય રામ મંદિરના (Ram Mandir) નિર્માણ માટે આપવામાં આવતા રોકડ (Cash) દાનમાં ત્રણ ગણો વધારો થયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે રામજન્મભૂમિ પર આવતા ભક્તો મોટી માત્રામાં રોકડ દાન કરી રહ્યા છે.

ટ્રસ્ટના ઓફિસ ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે દાન પેટીમાંથી નીકળતી ચલણી નોટો ગણવા અને જમા કરવા માટે નિયુક્ત કરાયેલા બેંક અધિકારીઓએ ટ્રસ્ટને જણાવ્યું છે કે દાનની રકમ અગાઉની સરખામણીમાં ત્રણ ગણી વધી છે.

તેમણે કહ્યું કે હવે દાન પેટીમાંથી એક સાથે ઉપાડવામાં આવેલી રકમની ગણતરી કરવામાં 15 દિવસનો સમય લાગે છે. માત્ર 15 દિવસમાં દાનની રકમ એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. દાન પેટી દર 10 દિવસે ખોલવામાં આવે છે.

ગુપ્તાએ જણાવ્યું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રામ મંદિરના દાન પેટીમાં આપવામાં આવનારી રકમની ગણતરી કરવા અને ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરવા માટે બે કર્મચારીઓની નિમણૂક કરી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે રામ મંદિર માટે આવનાર દાન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં તિરુપતિ બાલાજી મંદિરની તર્જ પર વ્યવસ્થા કરવી પડશે. બાલાજી મંદિરના સેંકડો કર્મચારીઓ દરરોજ દાન સ્વરૂપે આવતી રકમની ગણતરી કરે છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *