સુરતના ભીમરાડમા ગટરમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ મજૂરો ગુંગળામણને કારણે બેભાન: એકનું મોત
એક્સલન્સ બિલ્ડિંગના બેંકવેટ હોલ નીચેથી પસાર થતી અંડર ગ્રાઉન્ડ ગટરની સાફ સફાઈ માટે ત્રણ મજૂરો ઉતર્યા હતા : બે મજૂરોને ફાયરે બચાવ્યા, એકનું મોત
સુરતના ભીમરાડ રોડ ખાતે આવેલ એક્સલસ બિલ્ડિંગમાં બેઝમેન્ટના પાકિંગમાં આવેલી ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરો ફસાયા હતા.જ્યાં સફાઈ કરતી વખતે એક મજુર ઊંડી ગટરમાં પડી જતાં તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બેમજુરો પણ ગટરમાં પાડયા હતા.આ દરમ્યાન દોડી આવેલા લોકોએ બે મજૂરોને બહાર કાઢ્યા હતા. પરંતુ એક મજુર ન મળતા ફાયર વિભાગના જાણ કરવામાં આવી હતી.જ્યાં ફાયેની ટીમે સ્થળ પર પહોંચી અન્ય મજૂરને પણ બહાર કાઢી સારવાર માટે લઇ ગયા હતા.જ્યાં ત્રણ પૈક્કી એક મજુરનું મોત નિપજ્યું હતું.
સુરતના અલથાણ ભીમરાડ રોડ ઉપર એક્એક્સલસ બિલ્ડીંગની ગટરમાં ત્રણ મજુરો સાફ સફાઇ માટે ઉતર્યા હતા સાંજના સમયે ઉતરેલા આ મજુરોમાંથી એક મજુર ઊંડી ગટરમાં પાડ્યો હતો જેને બચવવા અન્ય બે મજૂરો પણ ગટરમાં પડતા તેઓ ગુંગળામણને કારણે બેભાન થઇ ગયા હતા. જેથી લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. એકત્ર થયેલા લોકોએ પણ ફાયર બ્રિગેડને મદદ કરી ગટાઇનની સાફ સફાઇ માટે ઉતરેલા રમેશ કામલીયા (ઉ.વ.૪૫) અને બકુલ બારૈયા (ઉ.વ.૩૦)ને બહાર કાઢી લઇ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ ૩૫ વર્ષીય રઘુ નાનજીભાઈ સોલંકી નામના મજૂરને રેસ્ક્યુ કરી તેને પણ હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં ત્રણ પૈકી રઘુ સોલંકીનું મોત નિપજ્યું હતું. જ્યારે કોન્ટ્રાક્ટર રમેશ કામલીયા અને બકુલ બારૈયાની હાલત પણ નાજુક હોવાનુંજાણવા મળ્યું છે. આ ત્રણેય મજૂરો ખાનગી કામ કરતા હતા અને બેઝમેન્ટની સાફ ઉતર્યા હતા.