આ જ હતું હત્યારાઓનું ભાગ્ય, અતીકના પુત્ર અસદ અને ગુલામ મોહમ્મદના એન્કાઉન્ટર પર બોલ્યા યુપીના ડેપ્યુટી સીએમ મૌર્યએ
ગુરુવારે બપોરે મોટા સમાચાર આવ્યા કે ઉમેશપાલ હત્યા કેસમાં મોસ્ટ વોન્ટેડ અપરાધી અને માફિયા ડોન અતીક અહમદનો પુત્ર અસદ અહેમદ યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તેમજ ઉમેશપાલ હત્યા કેસમાં સામેલ અન્ય એક શૂટર ગુલામ મોહમ્મદ પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ મોટી ઘટનાને લઈને અનેક પ્રતિક્રિયાઓ આવી છે. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ પ્રતિક્રિયા આપી છે કે ‘હું યુપી એસટીએફને અભિનંદન આપું છું, શ્રી ઉમેશ પાલ એડવોકેટ અને પોલીસ કર્મચારીઓના હત્યારાઓ સાથે પણ એવું જ થયું’.