જમાઈ બન્યો જમ: રૂપિયાની લાલચમાં સસરાની હત્યા કરી લાશને નહેરમાં ફેંકી

0

• જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી મળી એક લાશ ત્રણ પોલીસ સ્ટેશન કામે લાગ્યા

• પોલીસની તપાસમાં ચોકાવનારા ખુલાસા બહાર આવ્યા

સુરતના જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે આ પ્રકરણમા ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.અને મૃતકની ઓળખ થાય બાદ આ ઘટનામાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.જ્યાં જમાઈએ જ રૂપિયાની લાલચમાં પિતા સમાન સસરાની હત્યા કરી છે.એટલુજ નહિ બાદમાં મિત્રો ની મદદ થી સસરાની લાશને નહેરમાં નાખી દેવામાં આવી હતી.

• હત્યારો બીજો કોઈ નહીં જમાઈજ નીકળ્યો, જોકે આરોપી ફરાર થઇ જતા પોલીસે તેને પકડવા ચક્રોગાતિમાન કર્યા

 • હત્યામાં મદદ કરનાર આરોપીના બે મિત્રોની કામરેજ પોલીસે ધરપકડ કરતા હત્યાનો આખો મામલો બહાર આવી ગયો

મુંબઈમા મોડલ તરીકે કામ કરતી યુવતી સુરત પોતાના ઘરે આવતા તેના પિતા નહીં દેખાતા તેણે પતિ મયુર રાદડિયા સાથે અમરોલી પોલીસ મથકે પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધવી હતી.જેથી અમરોલી પોલીસે તપાસ શરૂ કરી એ દરમ્યાન બિનવારસી હાલતમાં જહાંગીર પુરા પોલીસની હદમાં મળેલી લાશ ની ઓળખ ગુમ થનાર દશરથ મેરાડે તરીકે થઇ હતી. થતા અમરોલી પોલીસે 0 નંબર ની ફરિયાદ નોંધી કામરેજ પોલીસને તપાસ સુપરત કરતા કામરેજ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢતા ચોકવનારી હકીકત સામે આવી હતી.જ્યાં આ હત્યા રૂપિયાની લાલચમાં જમાઈ મયુર રાદડિયાએ જ કરી હોવાની વાત સામે છે.અને હત્યા બાદ મિત્રોની મદદ વડે લાશને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારે આ બનાવમાં હાલ પોલીસે બે આરોપીઓની ઘરપકડ કરી છે.

આ હત્યાના ગુન્હામાં સામેલ સાગર રુદકિયા અને કિશોર ઇશામલિયા મુખ્ય હત્યાના આરોપી મયુર રાદડિયા ના મિત્ર છે અને હત્યામાં સામેલ હોવાથી કામરેજ પોલીસે ઝડપી પાડ્યા છે. જેની પૂછપરછમા ચોકાવનારો ખુલાસો થયો હતો. આરોપી મેહુલે મોડલ પત્નીએ ભેગા કરેલા 40 લાખ રૂપિયા સસરા પાસે જોયા હતા. જેથી રૂપિયાની લાલચમાં તે સસરાને વિશ્વાસમાં લઈ કામરેજ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં ગયો હતો.અને ત્યાં મિત્રોની મદદથી સસરા ને કોલડ્રિન્ક મા ઘેની પ્રદાર્થ નાખી બેભાન કરી ઓશિકાની મદદથી મોતને ઘાટ ઉતારી દીધા હતાઆરોપી જમાઈ મયુરે સસરા દશરથભાઈની હત્યા કરી તેમની લાશ ને કારમાં નાખી સાયણ તરફ નહેરમાં નાખી દીધી હતી જે લાશ તણાઈને સુરત જહાંગીર પુરા પોલીસની હદ માં નીકળતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ કરી કરતા આ આખી ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.

સસરાની હત્યા કરનાર જમાઈ હાલ પોલીસ પકડ થી દુર છે. તેમજ 40 લાખ રૂપિયા પન ગાયબ છે. જેથી હત્યા તેની ધરપકડ બાદજ હત્યાનું સાચું કારણ બહાર આવી શકે એમ છે.આ ઘટનામાં હાલ પોલીસે મુખ્ય હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *