સ્મીમેર હોસ્પિટલમાં પાનનો ગલ્લો ખોલાય તેટલો ગુટખાનો જથ્થો દર્દીઓના પરિજનો પાસેથી મળી આવ્યો
મનપા કમિશનર દ્વારા સ્મીમેરના વહીવટ ડેપ્યુટી કમિશનર વાઘેલાને સોંપ્યા બાદ હોસ્પિટલમાં (Hospital) સ્વચ્છતા, સિક્યુરિટીના માપદંડમાં ઘણો વધારો થયો છે. સ્પેશિયલ મિશન સાથે કમિશનરે સોંપેલી કામગીરીમાં હાલ ડેપ્યુટી કમિશનર સફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
સ્મીમેર હોસ્પિટલમાં સ્વચ્છતાનું સ્તર જળવાઈ રહે તેમજ દર્દીઓને સારવાર સારી રીતે પુરી પાડી શકાય તે માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓના સગાવહાલા કે જેઓ પાન-મસાલા, ગુટકાનુ સેવન કરતા હોય તેવા લોકોને પકડીને રૂા.30 હજાર જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે અને અંદાજે 104 કિલો જેટલો પાન-મસાલા, ગુટકાનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં નિર્ધારીત કરવામાં આવેલ પાર્કિંગ લોકેશન પર ગાડી પાર્ક ન ક૨વાને કારણે સારવાર લેવા આવતા દર્દીઓ, કર્મચારીઓ તેમજ શબવાહિની અને એમ્બ્યુલન્સની અવર જવરમાં મુશ્કેલીઓ ઉપસ્થિત થતી હોય છે. તે સંદર્ભે ર્પાકિંગ બાબતે સ્પેશ્યલ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને નિર્ધારીત જગ્યા ઉપર ર્પાકિંગ ન કરવા બદલ ફેબ્રુઆરી 2023 થી અત્યારસુધી સુધી કુલ રૂા.46,600/-નો વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવેલ છે.
સ્મીમેર હોસ્પિટલ 1100 થી વધારે બેડ સાથે કાર્યરત છે. જેમાં દ૨૨ોજ આશરે 2500 થી વધુ દર્દીઓ ઓ.પી.ડી. સારવાર તથા 900 થી વધારે દર્દીઓ ઈન્ડોર સારવાર લે છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે દરરોજ 10 હજાર જેટલા લોકોની અવર જવર રહેતી હોય છે.