આ રાજ્યની પોલીસે સોશિયલ મીડિયા માટે જાહેર કરી ખાસ પોલિસી : હવે રીલ બનાવવા પર પણ થશે કાર્યવાહી
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) પોલીસ દ્વારા બુધવારે તેના ત્રણ લાખ પોલીસ(Police) કર્મચારીઓ માટે જારી કરવામાં આવેલી નવી સોશિયલ મીડિયા પોલિસી મુજબ કામના કલાકો દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો અને પોલીસ ગણવેશમાં રીલ અથવા વીડિયો અપલોડ કરવાથી હવે કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પોલીસ-2023માં પોલીસ માટે શું કરવું અને શું ન કરવું તેની રૂપરેખા આપતાં, યુપી પોલીસે કહ્યું કે પોલીસ કર્મચારીઓ કામના કલાકો દરમિયાન સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવાના અનેક બનાવોથી પોલીસની છબી “કલંકિત” થઈ રહી છે.
“ડ્યુટી અવર્સ દરમિયાન, દરેક પોલીસ કર્મચારીઓનું કામ સોંપાયેલ કાર્યો કરવાના રહે છે. પરંતુ ફરજના કલાકો દરમિયાન વ્યક્તિગત સોશિયલ મીડિયા (એકાઉન્ટ્સ) નો ઉપયોગ ચોક્કસપણે મૂલ્યવાન સમયનો બગાડ તરફ દોરી જાય છે. તેથી, તેના પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
“તેમની ઓફિસમાં સરકારી કામ દરમિયાન, વીડિયો/રીલ બનાવવા અથવા વ્યક્તિગત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લાઇવ ટેલિકાસ્ટ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ડ્યુટી પછી પણ, યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ વિડિયો અથવા રીલ અપલોડ કરવા પર પ્રતિબંધ છે,” નવી સોશિયલ મીડિયા નીતિમાં જણાવાયું છે.
“પોલીસ સ્ટેશન, અથવા પોલીસ લાઇન્સ અથવા ઓફિસમાં, લાઇવ ટેલિકાસ્ટ કરવાથી અથવા પોલીસ કવાયતનો વીડિયો અપલોડ કરવાથી ગુપ્તતાનું ઉલ્લંઘન થાય છે. ફરિયાદી સાથેની વાતચીતનો વીડિયો અપલોડ કરવા પર પણ “ગોપનીયતાનું ઉલ્લંઘન” દર્શાવીને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નવા નિયમોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ બળાત્કાર પીડિતા અથવા કિશોર અપરાધીની ઓળખ સોશિયલ મીડિયા પર સત્તાવાર અથવા તેમના અંગત એકાઉન્ટ દ્વારા જાહેર કરવી જોઈએ નહીં. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વેબિનાર અથવા કોઈપણ પ્રકારના લેક્ચર અથવા પોલીસ કર્મચારીઓ દ્વારા વર્ગો યોજવા અથવા તેમાં ભાગ લેવા માટે, તેઓએ તેમના ઉપરી અધિકારીઓની પરવાનગી લેવી પડશે.
પોલીસ કર્મચારીઓને “સરકાર, તેની નીતિઓ, કાર્યક્રમો, રાજકીય પક્ષો, રાજકીય વ્યક્તિત્વો, રાજકીય વિચારધારાઓ અને કોઈપણ રાજકારણી” પર સરકારી અથવા વ્યક્તિગત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ટિપ્પણી ન કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે “પોલીસ કર્મચારીઓ એવા વોટ્સએપ ગ્રુપ અથવા પેજમાં જોડાશે નહીં કે બનાવશે નહીં જે પોલીસ વિભાગ અથવા સરકારની વિરુદ્ધ હોય, અથવા જાતિ, સમુદાય, પ્રાદેશિકવાદના નામે બનાવવામાં આવ્યું હોય”.
જે અંતર્ગત આગ્રામાં મહિલા કોન્સ્ટેબલને યુનિફોર્મમાં રિલ બનાવવી ભારે પડી છે. કિરાવલી પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલ સુનૈના કુશવાહાએ યુનિફોર્મમાં એક રીલ બનાવી અને તેને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી, ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સ્ટેશન ઈન્ચાર્જ ઉપેન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે ઈન્સ્ટાગ્રામ પર બનેલી રીલના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ડીસીપી વેસ્ટ ઝોન સોનમ કુમારે પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલ સુનૈના કુશવાહાને પોલીસ કમિશ્નર આગ્રા દ્વારા કાર્યવાહી કરાઈ છે. ઉપરાંત તપાસના આદેશો પણ અપાયા છે. કાર્યવાહી બાદ રીલને પણ સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવી હતી.
આ નિયમ કોન્સ્ટેબલથી લઈને આઇપીએસ અધિકારી સુધી લાગુ કરવામાં આવ્યો છે.