થિયેટરોમાં ભીડ એકઠી કરવામાં અસફળ રહી લોકડાઉન પર બનેલી ફિલ્મ “Bheed”

0
The movie "Bheed" made on lockdown failed to attract crowds in theaters.

The movie "Bheed" made on lockdown failed to attract crowds in theaters.

વર્ષ 2020 માં, જ્યારે કોરોનાવાયરસના(Corona) વધતા ચેપને કારણે દેશમાં લોકડાઉન(Lockdown) હતું, ત્યારે દરેકને એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. હવે એ તબક્કાને બોલિવૂડ ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હાએ ફિલ્મનું સ્વરૂપ આપ્યું છે. 24 માર્ચે તેમની ફિલ્મ ભીડ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

ટીઝર રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં રહી હતી. બીજી તરફ રિપોર્ટ્સનું માનીએ તો પહેલા દિવસે આ ફિલ્મ સિનેમાઘરોમાં ભીડ એકઠી કરવામાં સફળ રહી નથી. અનુભવ સિન્હાની ફિલ્મે ઓપનિંગ ડે કલેક્શનના મામલે ધીમી શરૂઆત કરી છે.

પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

જો આપણે પહેલા દિવસની ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો, Sacnilkના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે માત્ર 15 લાખ રૂપિયાની કમાણી કરી છે, જે એક મોટી સ્ટારકાસ્ટ સાથે જોડાયેલી વાર્તા આધારિત ફિલ્મના હિસાબે બહુ ઓછી છે. અને લોકો..

ફિલ્મમાં ઘણા મોટા ચહેરા જોવા મળ્યા

અનુભવ સિન્હાની આ ફિલ્મમાં એક નહીં, બે નહીં પરંતુ બોલિવૂડના અનેક મોટા ચહેરા જોવા મળ્યા છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે, જે પોલીસની ભૂમિકામાં જોવા મળે છે. અને તેની સામે છે ભૂમિ પેડનેકર. આ બંને ઉપરાંત લોકપ્રિય અભિનેત્રી દિયા મિર્ઝા, સુંદર કલાકાર આશુતોષ રાણા, પંકજ કપૂર, અભિનેત્રી કૃતિકા કામરા, તેમજ CID ફેમ આદિત્ય શ્રીવાસ્તવ પણ છે. જો કે, આટલી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં, ફિલ્મ પ્રથમ દિવસે માત્ર 15 લાખ રૂપિયાની કમાણી કરી શકી.

જોકે હવે જોવાનું એ રહેશે કે વીકેન્ડ પર ફિલ્મની કમાણીમાં કોઈ ઉછાળો આવે છે કે કેમ. ફિલ્મને મળેલા રિવ્યુ અનુસાર, તમામ સ્ટાર્સે તેમાં ખૂબ જ જોરદાર એક્ટિંગ કરી છે. તમને જણાવી દઈએ કે, અનુભવ સિન્હા આવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ પહેલા તેણે થપ્પડ, મુલ્ક અને આર્ટિકલ 15 જેવી ફિલ્મો બનાવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *