સુરતમા એન.આર.આઈ વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ કરનાર મુખ્ય સૂત્રધાર મહારાષ્ટ્રથી ઝડપાયો

0

સુરતમાં એન.આર.આઈ વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ કરનાર મુખ્ય સૂત્રધારની સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી કરી ધરપકડ

અગાઉ બે આરોપીઓને રાંદેર પોલીસએ ઝડપી પાડ્યા હતા.

સુરતમાં વૃદ્ધ એન આર આઈ દંપતિને ચપ્પુની અણીએ બંધક બનાવી સાત લાખની લુંટ કરનાર લૂંટારાઓ પૈકી મુખ્ય આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે.21 ફેબ્રુઆરીના રોજ સુરતના અડાજણ પ્રાઈમ આર્કેડ નજીક આવેલ રણછોડ નગર સોસાયટીમાં એક વૃદ્ધ એનઆરઆઇ દંપતિને ચપ્પુની અણીએ બંધક બનાવી સાત લાખની લુંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના બાદ રાંદેર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. ત્યારે લૂંટ કરનાર પાંચ આરોપીઓ પૈકી બે આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડયા બાદ મુખ્ય આરોપીની પોલીસે ઘરપકડ કરી છે.

જાણો શું હતી આખી ઘટના 

ઘટનાની વિગત એવી છે કે સુરતના રાંદેર પોલીસ મથક વિસ્તારમાં આવેલ અડાજણ પ્રાઈમ આર્કેડની સામે રણછોડનગર સોસાયટીમાં વૃદ્ધ દંપતી કાશીરામ પટેલ અને તેમના પત્ની નીતાબેન પટેલ રહે છે. ત્યારે ગત તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઘરનો દરવાજો ખુલ્લો રાખીને પોતાનું છાપુ લેવા બહાર આવ્યા હતા.તે સમયે બાઈક મોઢું બાંધીને આવેલા ચાર થી પાંચ જેટલા લુટારોએ ખુલ્લા દરવાજાનો લાભ લઇ ઘરમાં ઘૂસી ગયા હતા. અને વૃદ્ધ એન આર આઈ દંપતીને ચપ્પુની અણીએ બંધક બનાવી ઘરમાં વેરવિખેર કરી નાખી સાત લાખની લૂંટ ચલાવી હતી ભાગી છૂટ્યા હતા.દંપતીના સંતાનો અમેરિકામાં રહેતા હોય તેઓ ટૂંક સમયમાં અમેરિકા જવાના હતા જેથી ડોલરમાં કન્વર્ટ કરવા માટે તેઓએ આ રોકડ ઘરમાં રાખી હતી.ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને લૂંટારૂઓને ઝડપી પાડવા સુરતના તમામ ચેક પોસ્ટ પર નાકાબંધી કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં આરોપીને ઝડપી પાડવા માટે રાંદેર પોલીસ સર્વેલન્સની ટીમ, એલ સી બી ની ટીમ, હ્યુમન ઇન્ટેલિજન્સ, ફોરેન્સિકની ટીમ સહિતની પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. આ દરમ્યાન પોલીસને મળેલી બાતમી ને આધારે રૂ. ૭ લાખની લૂંટ કરનાર ટોળકીના એક લૂંટારૂ મોહમદ ઉબેદ લાલ મોહમદ સિદીકી (ઉં.વ. ૨૨ ૨હે. મોહમદી મસ્જિદની પાછળ, હનુમાન મહોલ્લો, લિંબાયત અને મૂળ. આઝાદનગર, રાયપુર મુહારી,) સહિત બે આરોપીને પોલીસે ઝડપી પાડયા હતા.

આ લૂંટની ઘટનામાં આરોપીઓને લૂંટ માટેની ટીપ આપનાર આસીફ ટામેટા ગેંગના પેરોલ જમ્પ કરનાર સોયેબ સીટી સાથે કેટલા સમયથી સંર્પકમાં હતા.જેથી સોયેબ ઉપરાંત ટામેટા ગેંગના અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તેની તપાસ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ લુંટની ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સોયબ સીટીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. સોયબ મર્ડર, ગુજસિટોકના ગુનામાં જેલ ભોગવી રહ્યો છે જો કે દિવાળી પહેલ પેરોલ જમ્પ પર તે ભાગી છૂટ્યો હતો. જો કે હાલ પોલીસે તેને ઝડપી પાડયો છે.સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીએ આ લૂંટનો પ્લાન જેલમાં જ બનાવ્યો હતો અને તેના સાથીદારો સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. સાત લાખની લૂંટની આ ઘટનામાં અત્યાર સુધી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીને પણ ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *