દેશના સૌથી ઊંચા સુરત મનપાના વહીવટી ભવનનું આજે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
દેશના સૌથી ઊંચા સુરત મનપાના વહીવટી ભવનનું આજે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૨૮મીએ સુરત મહાનગરપાલિકા તથા સુડાના રૂ।.૨૪૧૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. જેમાં રૂ.૧૩૪૪ કરોડના ખર્ચે સાકારિત થનાર સુરત મહાનગરપાલિકાના નવા આઇકોનિક મુખ્ય વહીવટી ભવન સહિતના રૂ.૧૫૬૦ કરોડના વિકાસકાર્યોના ખાતમુહુર્ત અને ૮૦૮.૬૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. રૂ.૪૭ કરોડના ખર્ચે સડા નિર્મિત પીએમ કોમ્પ્યુટરાઇઝ્ડડ્રો પણ કરશે.
મુખ્યમંત્રી જે આઇકોનિક બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવાના છે તે ભારતનું સૌપ્રથમ સૌથી ઊંચું ગ્રાઉન્ડ+૨૭ માળનું પાલિકાનું નવું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં આકાર લેશે. ૧૦૫.૩ મીટર ઊંચી ગ્રાઉન્ડ+૨૭ માળની બે અદ્યતન આઇકોનિક ઇમારતો દેશની સૌથી ઊંચી સરકારી ઇમારત બનવાનું બહુમાન મેળવશે. જેનો રાજ્ય-કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિક સંયુક્ત ઉપયોગ કરશે.