Surat:મક્કાઈપુલ પરથી 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં લગાવી મોતની છલાંગ

0

સુરતના મક્કાઈપુલ પરથી એક ૧૯ વર્ષીય યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જો કે ત્યાં હાજર સ્થાનિક લોકોએ યુવતીને બચાવી લીધી હતી બીજી તરફ ઘટના સ્થળે પહોચેલી ફાયર વિભાગની ટીમે યુવતીને સારવાર અર્થે ૧૦૮ની મદદથી હોસ્પિટલ ખસેડી હતી

બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના મક્કાઈપુલ પરથી એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. યુવતીને તાપી નદીમાં કુદતી જોઈ ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા બીજી તરફ સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. આ દરમ્યાન ત્યાં સ્થાનિક તરવૈયાઓએ તાપી નદીમાં કુદી યુવતીને બચાવી લીધી હતી. દરમ્યાન ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી ગયી હતી

ફાયર વિભાગની ટીમે યુવતીને તાપી નદીમાંથી બહાર કાઢી હતી અને ૧૦૮ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ યુવતી ઉમરવાડા વિસ્તારની રહેવાસી અને તેની ઉમર ૧૯ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જો કે તેણીએ આ પગલું કેમ ભર્યું તે હાલ જાણી શકાયું નથી. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *