દેશને મળશે પહેલી Underwater Metro : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
દેશને(India) ટૂંક સમયમાં અંડરવોટર મેટ્રો મળવા જઈ રહી છે. આ માટે કોલકાતા (Kolkata)મેટ્રોએ ટ્રાયલ રન શરૂ કરી દીધું છે. હકીકતમાં, અંડરવોટર મેટ્રોએ હુગલી નદીની નીચે તેનું ટ્રાયલ રન કર્યું છે. બુધવારે ઈતિહાસ રચતા કોલકાતા મેટ્રોએ 11.55 મિનિટમાં હુગલી નદી પાર કરી. દેશમાં પાણીની નીચે મેટ્રો દોડવાની આ પહેલી ઘટના છે. મળતી માહિતી મુજબ ટ્રાયલ રન દરમિયાન મેટ્રો રેલના જનરલ મેનેજર પી ઉદય કુમાર રેડ્ડી પણ મેટ્રોમાં હાજર હતા.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ અવસર પર ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, ટ્રેન પાણીની નીચે મુસાફરી કરી રહી છે. આને એન્જિનિયરિંગનો બીજો ચમત્કાર ગણાવતા તેમણે કહ્યું કે, હુગલી નદીની નીચે મેટ્રો રેલ ટનલ અને સ્ટેશન. આ સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં મેટ્રો પાણીની નીચે દોડતી જોવા મળી રહી છે.
Train travels underwater!🇮🇳 👏
Trial run of train through another engineering marvel; metro rail tunnel and station under Hooghly river. pic.twitter.com/T6ADx2iCao
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 14, 2023
ટ્રાયલ રન 7 મહિના સુધી ચાલશે
મેટ્રો રેલના જનરલ મેનેજર પી ઉદય કુમાર રેડ્ડીએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે અને કહ્યું છે કે દેશમાં પહેલીવાર મેટ્રો પાણીની નીચે દોડી છે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થઈ હતી. તેની ટ્રાયલ રન હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધી થઈ હતી. માહિતી અનુસાર, આ ટ્રાયલ રન 7 મહિના સુધી ચાલશે, ત્યારબાદ આ વિભાગ માટે મેટ્રો સેવા નિયમિતપણે શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાણીની અંદર મેટ્રો સેવા શરૂ થયા બાદ હાવડા સ્ટેશન દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બની જશે.
આ મેટ્રો સેવા ડિસેમ્બરથી શરૂ થવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ, હાવડા મેદાનથી એસ્પ્લેનેડની યાત્રા દરમિયાન હુગલી નદીની નીચે લગભગ 520 મીટરનો એક ભાગ હશે, જેને 45 મિનિટમાં કવર કરી શકાય છે.