સુરતમાં રાહુલગાંધી સાથે સતત પડછાયાની જેમ રહેતા મોટા નેતા કોરોના પોઝીટીવ આવ્યા, અન્યમાં ફફડાટ
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવતા ફફડાટ ફેલાયો છે.પહેલા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને હવે મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. આ વિશે માહિતી આપતા બંને નેતાઓએ કહ્યું છે કે કોવિડ 19ની તપાસમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરોની સલાહ પર તે સંપૂર્ણ આઇસોલેશનમાં છે અને જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટ કરીને કોવિડ પોઝિટિવ હોવાની માહિતી આપી છે. જણાવી દઈએ કે બંને નેતાઓએ હાલમાં ઘણા જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને તેમની પાર્ટીના તમામ નેતાઓને મળ્યા હતા
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરી જણાવ્યું છે કે કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસ વધ્યા છે. અને હવે પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયા છે. તબીબોની સલાહ મુજબ આગામી કેટલાક દિવસો સુધી નિવાસસ્થાનેથી કામગીરી ચાલુ રાખશે.અને તમે બધા કાળજી લો અને કોવિડ પ્રોટોકોલને અનુસરો.
તમને જણાવી દઈએ કે ગતરોજ મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ઘણા દિગ્ગજો સાથે સુરતમાં હતા. રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ સુરત આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે દરેક નેતાઓની કોરોનનની તપાસ થઈ શકે છે.અને દરેકને જાણ કરવામાં આવી છેકે દરેક લોકો સાવચેતી રાખે.