Appleની દુનિયામાં TATA ની એન્ટ્રી, કંપની બનાવશે iPhone 15ના આ મોડલ્સ,
Tata Group Will Assemble parts of Apple Iphone 15:
iPhone 15Apple પ્રેમીઓ iPhones ની આગામી શ્રેણી, iPhone 15 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકોની આ રાહ સપ્ટેમ્બરમાં પૂરી થશે. જોકે iPhone 15 આવવામાં હજુ થોડો સમય છે, પરંતુ આ સીરિઝને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે કંપની ભારતમાં iPhone 15 સિરીઝના બે મોડલનું ઉત્પાદન કરશે. iPhone 15ના આ બે મોડલ દેશની અગ્રણી કંપની TATA દ્વારા બનાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ટાટા ગ્રુપના આવ્યા બાદ iPhonesની કિંમતોમાં થોડો ઘટાડો થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે વિસ્ટ્રોન ભારતમાં આઈફોન બનાવતી હતી, હવે આ કંપનીની ભારતીય પ્રોડક્શન લાઇનઅપને ટાટા ગ્રુપે ખરીદી લીધી છે. વિસ્ટ્રોન ભારતમાં તેનો કારોબાર બંધ કરી શકે છે અને જો આમ થશે તો ટાટા ગ્રુપ ભારતમાં iPhone એસેમ્બલ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાટા ગ્રુપ iPhone 15 અને iPhone 15 Plusના કેટલાક ભાગોને એસેમ્બલ કરી શકે છે.માં આ વખતે યુઝર્સને ઘણા મોટા અપડેટ મળી શકે છે. માનવામાં આવે છે કે આ વખતે યૂઝર્સને Apple iPhone 15માં Type C ચાર્જિંગ પોર્ટ મળી શકે છે. આ સાથે કેમેરા સેક્શનમાં પણ ફેરફાર થઈ શકે છે.
આ કંપનીઓ iPhonesના મોડલ બનાવે છે
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી એપલના આઈફોનનું પ્રોડક્શન ફોક્સકોન, પેગાટ્રોન અને લક્સશેર કંપની સંભાળતી હતી, પરંતુ હવે આ લિસ્ટમાં ટાટા ગ્રુપનું નામ પણ સામેલ થશે. એપલ ફોનના પ્રોડક્શનનું મોટા ભાગનું કામ હાલમાં ફોક્સકોન કંપની પાસે છે. જ્યારે પેગાટ્રોન બીજા નંબરે આવે છે.
iPhone 15માં આ વખતે યુઝર્સને ઘણા મોટા અપડેટ મળી શકે છે. માનવામાં આવે છે કે આ વખતે યૂઝર્સને Apple iPhone 15માં Type C ચાર્જિંગ પોર્ટ મળી શકે છે. આ સાથે કેમેરા સેક્શનમાં પણ ફેરફાર થઈ શકે છે. જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આ વખતે યુઝર્સને બટન વગરનો iPhone જોવા મળી શકે છે.