નશાકારક દવાનું વેચાણ કરતા મેડિકલ પર સુરત SOG પોલીસના દરોડા : ટેબલેટ અને સીરપના જથ્થા સાથે મેડિકલ સંચાલકની અટકાયત
• ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને સાથે રાખી SOG દ્વારા કાર્યવાહી કરી
• મેડિકલ માંથી નશો કરવા ઉપયોગ માં લેવાતી અલ્પરાઝોલ્મ,દ્રામાડોલ ની કુલ 368 કેપસુલ મળી આવી
• કોડેન સીરપ બોટલ નગ 16 પણ કબ્જે કરી
• SOG દ્વારા દુકાનદાર ની અટકાયર કરી તપાસ શરૂ કરી
સુરત SOG પોલીસે ડોકટરના પ્રિસ્ક્રિપશન વગર નશાકારક દવા વેંચતા દુકાનદાર ને ત્યાં દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી. જ્યાંથી પોલીસે નશાના ઉપયોગમાં લેવાતી અલ્પરાઝોલ્મ,દ્રામાડોલ ની કુલ 368 કેપસુલ સાથે કોડેન સીરપ બોટલ નગ 16 પણ કબ્જે કરી હતી. તેમજ પોલીસે વેચાણ કરતા મેડિકલ ના સંચાલક ને પણ ઝડપી પાડ્યો હતો.
સુરતના પુણા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નકારક સીરપ કોડીન અને ટેબલેટ ડ્રામા ડોલ નામના ડ્રગ્સ નું વેચાણ થતું હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. જેથી બાતમીને આધારે એસઓજી ની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સાથે રાખી પર્વતગામ પ્રમુખ ડોક્ટર હાઉસમાં આવેલ બ્લુમુખ મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે આ આ રેકેટને ઝડપી પાડવા માટે પહેલા પોલીસે ટ્રેપ ગોઠવી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ડમી ગ્રાહકને મોકલ્યો હતો. જ્યાં આ મેડિકલ નો સંચાલક નશા યુક્ત દવાનું વેચાણ કરતા રંગે હાથ ઝડપાયો હતો.
ત્યારબાદ એસ ઓ જીની ટીમે મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી અલ્પરાઝોલ્મ,દ્રામાડોલ, સહિતની કુલ 368 કેપસુલ અને કોડેન સીરપ બોટલ નગ 16 પણ કબ્જે કરી હતી. અને આ મેડિકલ સ્ટોરનું સંચાલન કરતા રાજસ્થાનનો વતની અને હાલ સુરતમાં રહેતા 21 વર્ષીય સ્વરૂપ દલાલ દેવાસીની અટકાયત કરી હતી. હાલ આ મામલામાં મેડિકલ સ્ટોર માંથી મળી આવેલા ટેબલેટ અને સીરપના જથ્થા બાબતે ફુલ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતનો યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે સુરત પોલીસ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા શહેરના દવાઓના ડિસ્ટ્રીબ્યુટર ઓ અને હોલસેલર કાયદેસર રીતે દવાઓના જથ્થાનું વેચાણ કરે છે કે કેમ તે માટે ટ્રેપ ગોઠવવામાં આવશે અને જો કોઈ આ રીતે ગેરકાયદેસર નશાકારક દવાઓનું વેચાણ કરતું ઝડપાશે તો તેમની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.