આ માહિતી આપનારને સુરત પોલીસ આપશે 45હજાર રૂપિયા સુધીનું ઈનામ

0
  • સુરત શહેરમાં વિવિધ પ્રકારના ગંભીર પ્રકારના ગુન્હાઓ કરીને નાસતા ફરતા ૧૬ જેટલા આરોપીઓની ધરપકડ માટે પોલીસ કમિશનર અજય તોમરે ઈનામો જાહેર કર્યા
  • આરોપીને પકડવા માટેની ચોક્કસ માહિતી આપનારને રૂ.૫ હજારથી લઈને ૪૫,૦૦૦ સુધીના ઈનામોથી નવાજવામાં આવશે
  • માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે

સુરત શહેરમાં લુંટ, ખુન, ધાડ, અપહરણ, નાર્કોટિકસ જેવા વિવિધ પ્રકારના ગંભીર ગુન્હાઓ કરીને નાસતા-ફરતા ૧૬ જેટલા આરોપીઓની ધરપકડ કરવા માટે તેઓ વિશે માહિતી આપનારને સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે રૂ.૫ હજારથી લઈને ૪૫ હજાર સુધીના ઈનામો જાહેર કર્યા છે. જે મુજબ કોઈ પણ વ્યકિત/બાતમીદારો જો આ આરોપીઓને પકડવા/પકડાવવામાં મદદરૂપ થાય અથવા આરોપીઓ વિશે સાચી,સચોટ અને ચોક્કસ માહિતી આપશે તો તેઓને ઈનામથી નવાજવામાં આવશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

૧૬ આરોપી વિશે જોઈએ તો –
(૧) અપહરણ સાથે ખુનના આરોપી મુળ બ્રહ્મપુર, શ્રીરામનગર, જગન્નાથવિહાર જિ.ગંજામ(ઓડીસા)ના રહેવાસી *પદમ ઉર્ફે રાકેશ ગોરવહરી પાંડા*ને પકડવા માટે રૂા.૪૫૦૦૦નું ઈનામ

(૨) લુંટ વીથ મર્ડરના આરોપી એવા *નરેશકુમાર કેસરીમલજી રાવલ*(સુમેરપુર જિ.પાલી રાજસ્થાન માટે રૂા.૪૫,૦૦૦ ઈનામ

(૩) ખુનના આરોપી *આદિકાંત રામપ્રધાન* માટે રૂા.૪૦,૦૦૦ (રહે. ખોડીનગર જેનાભાઈના મકાનમાં અલથાણ રોડ, સુરત મૂળ રહે. કરીયાગર, થના હુમા જિ.ગંજામ, ઓરીસ્સા

(૪) ખુનના આરોપી એવા *પ્રભુ ઉર્ફે રવિ દિગંબર પાત્રા* માટે રૂા.૪૦,૦૦૦ રહે.ખોડીનગર જેનાભાઈના મકાનમાં અલથાણ રોડ, સુરત મૂળ રહે. કરીયાગર, થના હુમા જિ.ગંજામ, ઓરીસ્સા

(૫) ધાડ વિથ મર્ડરના આરોપી *લખન દાદુરામ કુર્મી પટેલ*ની પકડ માટે રૂા.૪૫૦૦૦ રહે. વિષ્ણુ ગુપ્તાની ચાલ, પાલીગામ, સચીન મુળ-નવાડા પો.નરપાણી થા.ગીરવા જિ.બાંધા, યુપી

(૬) આર્મ્સ સાથે ખુનના ગુના હેઠળના આરોપી *ઈશ્વરસિંગ પ્રધાનસિંગ અર્જુનસિંગ ચીકલીગર(સરદારજી)*ની પકડ માટે રૂા.૪૫૦૦૦નું ઇનામ રહે, બ્લોક મહોલ્લો બારીયાગામ તા.ગંદવાણી જિ.ધાર, મધ્યપ્રદેશ

(૭) લુંટ સાથે બળાત્કારના આરોપી *સુનિલ ઝુંબર કાળે* માટે રૂા.૪૦,૦૦૦, રહે. ૪૨૫, આંનદનગર સો.નવાગામ ડીંડોલી સુરત મુળ. સુપાગામ તા.બારામતી પુણે મહારાષ્ટ્ર

(૮) લૂંટ સાથે બળાત્કારના આરોપી *રોહિત શ્યામરાવ ભોસલે* રહે, ૪૨૫, આંનદનગર સો.નવાગામ ડીડોલી સુરત મુળ. સુપાગામ તા.બારામતી પુણે મહારાષ્ટ્ર

(૯) ફાયર આર્મસ સાથે લુંટના આરોપી *મિથીલેશ મેનેજર સિંગ ભુમિહાર* માટે રૂા.૨૦૦૦૦ મૂળ રહે, ગામ ઉકસુ પોસ્ટ મનાતુ જિ.ગયા (બિહાર)

, (૧૦) નાર્કોટીકસનો આરોપી *અનિલ વૃંદાવન પાન્ડી*ની પકડ માટે રૂા.૩૦,૦૦૦નું ઇનામ રહે. ઉત્કલનગર ઝુપડપટ્ટી રૂમનં.૫૮૮,૫૮૯,૫૯૦, ફુલપાડા કતારગામ, અશોકનગર, ઝુંપડપટ્ટી મૂળ રહે, સચીના થના-કોદના, જિ.ગંજામ, ઓરીસ્સા

(૧૧) નાર્કોટીકસના આરોપી *દિલીપ અરકીત પાન્ડી*ને પકડવા માટે રૂા.૨૦,૦૦૦ ઈનામ, રહે, અશોકનગર ઝું. સચીના થાના-કોદલા જિ.ગંજામ, ઓરીસ્સા

(૧૨) નાકોર્ટીકસના આરોપી *ચિત્રા ઉર્ફે ચિત્રસેના વૃન્દાવન પરીડા*ની પકડ માટે રૂા.૨૦,૦૦૦નું ઇનામ રહે. શાંતિનગર ઝું. મકાન નં.૪૩, ૭૭૫ જુની જી.આઇ.ડી.સી. કતારગામ, મૂળ સચીના થાના કોદળા જિ.ગંજામ, ઓરીસ્સા

(૧૩) નાર્કોટીકસના આરોપી *ગુડ્ડી વૃંદાવન પરીડા* માટે રૂા.૧૦,૦૦૦ રહે. શાંતિનગર ઝું. મકાન નં.૪૩, ૭૭૫ જુની જી.આઇ.ડી.સી. કતારગામ, મૂળ સચીના થાના કોદળા જિ.ગંજામ, ઓરીસ્સા

(૧૪) આર્મસના આરોપી *મોનુ રઘુરાજ કહાર* માટે રૂા.૧૦,૦૦૦ રહે, ગામ કસ્બા લમ્ભુવા પઠકવલી રોડ થાના તા.લમ્ભુવા જિ.સુલતાનપુર, ઉત્તરપ્રદેશ

(૧૫) અપહરણના આરોપી *પુનગામી સુખરામ ગૌતમ* માટે રૂા.૫૦૦૦, રહે, મહાકાળીનગર ઝુ.હીરાબાગ, મૂળ રહે ભુલના તા.લાલગંજ જિ.પ્રતાપગઢ યુપી

(૧૬) વિશ્વાસઘાતના આરોપી *નારાયણદત્ત ઉર્ફે ગણેશદત્ત રૂધરધર પંડિત ઉર્ફે દુબે* માટે રૂા.૫૦૦૦ રહે, ઉમરાપુર ગામ તા.તરબગંજ જિ.ગોડા,યુપી આમ ઉપરોકત ૧૬ આરોપી વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપનારને ઈનામ આપવામાં આવશે અને બાતમી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરની યાદીમાં જણાવાયું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *