સુરત પોલીસે ₹ 3.27લાખનો ઇ -સિગારેટનો જથ્થો ઝડપી પાડી એકની ધરપકડ કરી

સુરતમાંથી ફરી એક વખત પોલીસે રેડ કરી પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો ઝડપી પાડયો છે. સુરત એસઓજી પોલીસે અઠવા વિસ્તારમાં એક દુકાનમાં રેડ કરી ૩.૨૭ લાખની પ્રતિબંધિત સિગારેટ ઝડપી પાડી તેનું વેચાણ કરનાર એક ઇસમની ધરપકડ કરી છે.

નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત નશાનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે.સુરત પોલીસ દ્વારા શહેરમાં આ મામલે કડક ચેકીંગ કરો કાર્યવાહી કરાઈ રહી છે.તો બીજી તરફ સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે શહેરમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તેમજ ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દદ્વારા ઈ-સીગરેટનું ચોરી છુપીથી વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેને લઇ આવા વિક્રેતા દુકાનદારોને શોધી કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.

 

પોલીસની આ કાર્યવાહી દરમ્યાન સુરતએસઓજી પોલીસે બાતમીના આધારે અઠવા વિસ્તારમા પાણીની ભીત સોની ફળિયા ધર્મ કૃતિ આર્કેડમાં આવેલી દુકાન ” જી-ડીલ્સ” માં રેડ કરી હતી.દુકાનમાંથી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ, ફલેવરો મળી કુલ ૩.૨૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.અને જ્યાંથી આરોપી મુનાવર હનીફ નુરાનીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે

પોલીસે ઝડપી પાડેલા આ આરોપી સામે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉજ પોલીસે અડાજણમાં બે જગ્યાએ એસઓજી પોલીસે દરોડો પાડી ૧૭.૩૨ લાખની ઈ સિગારેટનો જત્થો ઝડપી પાડયો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed