સુરત ક્રાઇમ બ્રાંચ અને તાપી એસ.ઓ.જી.પોલીસે ઓરિસ્સાથી અમદાવાદ લઈ જવાતો 57.31 લાખનો ગાંજાનો જથ્થો ઉચ્છલથી ઝડપી પાડયો.

0

ગાંજાના જથ્થા સાથે સુરતના એક સહિત છ શખ્સોની ઘરપકડ

સુરત ક્રાઇમબ્રાંચ અને તાપી જીલ્લા એએસઓજીની મદદથી ૩ પકડયા, બીજા ત્રણ મહેસાણાથી ઝડપાયા

ટ્રક માલિકને વોન્ટેડ જાહેર કરી ઉચ્છલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો

સુરત શહેર ક્રાઇમ બ્રાંચ અને તાપી એસ.ઓ.જી.પોલીસે સંયુક્ત ઓપરેશમાં ઓરિસ્સાથી ટાટા ટ્રકમાં લવાતો ગાંજાનો જથ્થો ઉચ્છલ ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડયો હતો.પોલીસે આ ટ્રકની તપાસ કરતાં 57.31 લાખના ગાંજાના જથ્થા સાથે સુરતના એક સહિત છ શખ્સોને ઝડપી પાડ્યા, જ્યારે એક આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સુરત પોલીસને બાતમી મળી હતી કે કે ઓડિસાથી ટ્રકમાં મોટા પ્રમાણમાં ગાંજો ભરી અમદાવાદ રવાના થઇ છે. આ ટ્રક હૈદરાબાદથી મહારાષ્ટ્રના નવાપુરથી ઉચ્છલ માર્ગે અમદાવાદ તરફ જવાની છે. જે બાતમી ને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાપી એસઓજીની ટીમ સાથે મળી મહારાષ્ટ્રથી ઉચ્છલ તરફ આવતા મુખ્ય ઉપરાંત ગામાડાના અંતરિયાળ માર્ગો પર પણ વોચ ગોઠવી હતી.

આ વોચ દરમિયાન ઉચ્છલ તરફથી આવતા ટ્રકને આંતરવામાં આવ્યું હતું. અને ટ્રક ડ્રાઈવર અવતારસિંગ લખવિંદરસિંગ સંધુ, ગુરજીતસિંગ મંગલસિંગ સોહતે (બંને રહે, અજનાલા, અમૃ તસર) તથા શિનસિંગ દલજીતસિંગ સોની પંડાર (રહે, તરનતારા પંજાબ)ને અટકાયતમાં લઇ ટ્રકની તલાશી લેવામાં આવી હતી. જેમાં ટ્રકની કેબિન તથા ટ્રોલીમાં સ્પેશ્યલ ખાનાઓમા સંતાડવામાં આવેલ 573 કિલો ગાંજો મળી આવ્યો હતો.જેની કિંમત 57.31 લાખ જેટલી થાય છે આ સહિત પોલીસે ટ્રક ને કબજે કરી કુલ રૂપિયા 64.34 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતાં તેઓએ આ ગાંજાનો જથ્થો મંગાવનાર વિજય અશોક કુલપતી (રહે, વેસુ, સુરત) તથા માલ મોકલનાર રંગનાથ નાયક (રહે, ગુલુબા, ગજપતી, ઓરિસ્સા) અને માલ ભરી આપનાર તરીકે દિલબાગસિંગ ઉર્ફે બગ્ગા (રહે, પંજાબ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આ કેસમાં ગાંજો મંગાવનાર અને આપનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા ત્રણેય આરોપીઓ મહેસાણાના ઉનાવ ખાતેથી ઝડપાયા હતા. જેમની તપાસ કરતા તેમનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો.પોલીસે પકડી પાડેલા અને ગાંજો મંગાવનાર વિજય રાજકોટમાં ૩૫૦કિલો અને આણંદના વીરસદ પોલીસમથકમાં ૨૦૨૪ કિલો ગાંજાના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

સુરત શહેર ક્રાઇમ બ્રાંચ અને તાપી એસ.ઓ.જી.પોલીસે સંયુક્ત ઓપરેશમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડી છ આરોપીને ઝડપી પાડી 64.34 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.જ્યારે ટ્રક માલિકન સબેગમશગિં હરીમશિંગ (રહે બહરેવાલ તા.અજનાલ જી.અમ્રતસર,પંજાબ )નેવોન્ટેડ જાહરે કરવામા આવ્યો છે. હાલ આ મામલે ઉચ્છલ પોલિસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *