Surat : સરથાણામાં સફાઈ કામદારના ઘરમાંથી 2.32 લાખની ચોરી
મુખ્ય દરવાજાના બાજુમાં આવેલ સેક્સન બારી ખોલીને અંદર ઘુસેલા તસ્કરો લોખંડની કબાટમાંતી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 1.10 લાખ મળી કુલ રૂપિયા 2,38,800 મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે પ્રવિણભાઈની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે
સરથાણા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગરમાં રહેતા સફાઈ કામદારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. સવારના સમયે તેમનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરની બારીની સેક્સન બારી ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરના લોંખડના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 1.30 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
સરથાણા પોલીસના જણાવ્યા મુજબ મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના પરવડી ગામના વતની અને હાલમાં શહેરમાં સરથાણા ક્રિષ્ણાનગર રઘુબારીના મકાનમાં શેરી નં-૩માં રહેતા સફાઈ કામદાર પ્રવિણ પોપટભાઈ હરણીયા (ઉ.વ.45)ના મકાનમાં ગત તા 15મી ના રોજ સવાર છ વાગ્યે ઘરેને તાળુ મારી પત્ની અને બાળકો સાથે સફાઈ કામ ગયા હતા. તે દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય દરવાજાના બાજુમાં આવેલ સેક્સન બારી ખોલીને અંદર ઘુસેલા તસ્કરો લોખંડની કબાટમાંતી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 1.10 લાખ મળી કુલ રૂપિયા 2,38,800 મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે પ્રવિણભાઈની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે