અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને સ્મૃતિ ઈરાની થયા ભાવુક
એક યુટ્યુબ ચેનલને(Youtube) આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતને(SSR) યાદ કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેણી ઇચ્છતી હતી કે તેનો મિત્ર સુશાંત તેને ઓછામાં ઓછો એકવાર ફોન કરે. દિવંગત અભિનેતાને યાદ કરીને સ્મૃતિ ઈરાની ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. ઈરાનીએ પોતાના યુટ્યુબ પ્રોગ્રામ ‘ધ સ્લો ઈન્ટરવ્યુ’માં નિલેશ મિશ્રાને કહ્યું કે જે દિવસે સુશાંતનું મૃત્યુ થયું તે દિવસે હું વીડિયો કોન્ફરન્સમાં હતી. પરંતુ હું તેને પૂર્ણ કરી શકી નહીં. મેં વિચાર્યું, તેણે મને ફોન કેમ ન કર્યો? તેણે એકવાર ફોન કરવો જોઈએ. મેં તેને એમ પણ કહ્યું કે તારે તારી જાતને મારી ના નાખવી.
ભૂતપૂર્વ ટીવી અભિનેતા ઈરાનીએ કહ્યું કે તે સુશાંત સિંહ રાજપૂતને ઓળખતી હતી કારણ કે તેમના સેટ ક્યારેક મુંબઈમાં એક જ જગ્યાએ હતા. 2013ની ફિલ્મ કાઈ પો છેમાં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરનાર અભિનેતા અમિત સાધનો ઉલ્લેખ કરતાં ઈરાનીએ કહ્યું, “મને તરત જ અમિત વિશે ચિંતા થઈ. મેં અમિતને ફોન કર્યો અને પૂછ્યું કે કેવું છે.
“Tum yaar marna mat apne aapko!”
Really??
And we are fools.. fighting 4 #JusticeForSushantSinghRajput 4 the last 33 months!IT’S A MU₹* !!
NOT SUI* !!
Why the S* narrative again for @itsSSR?
WHY??The world knows the Truth now!
Intention👉🏼Elections??
Sushant Butterfly Effect pic.twitter.com/sO7x0rkLba
— 𝑨𝑯𝒂𝒑𝒑𝒚𝑺𝒐𝒖𝒍 (@IExist__Still) March 26, 2023
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અભિનેતા અમિત ખૂબ જ પરેશાન હતો. તેણે તેમને કહ્યું કે સુશાંતે આ શું કર્યું. મારે હવે રહેવું નથી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યારે મેં અમિતને વધુ પ્રશ્નો પૂછ્યા તો તે નારાજ થઈ ગયો અને તેણે પાછળ ફરીને કહ્યું, શું તમને બીજું કોઈ કામ નથી? બાદમાં અમિત અને ઈરાનીએ લગભગ 6 કલાક સુધી આ મુદ્દે વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત જૂન 2020માં મુંબઈમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે, પોસ્ટમોર્ટમના આધારે મુંબઈ પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. બાદમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ કેસ સંભાળ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના પિતાએ તેમના પુત્રની તત્કાલીન ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર તેને આર્થિક અને માનસિક રીતે હેરાન કરવાનો અને તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો.
ચક્રવર્તીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સપ્ટેમ્બર 2020 માં અભિનેતા માટે ડ્રગ્સની વ્યવસ્થા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એક મહિના પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના પિતા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને બકવાસ ગણાવ્યા હતા.