કુતરા કરડવાના બનાવો વચ્ચે લીંબાયત હેલ્થ સેન્ટરમાં ઈન્જેક્શનોની અછત
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કુતરા(Dog) કરડવાના બનાવો વધ્યા છે.આ પરિસ્થિતિને ધ્યાન રાખીને સુરત મહાનગર પાલિકા જરૂરી વ્યવસ્થાઓને લઈને હરકતમાં આવી છે.પાલિકા દવારા સઁચાલીત સ્મીમેર હોસ્પિટલમાં ડોગ બાઈટના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટેના જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જોકે બીજી બાજુ પાલિકાના જ લીંબાયત હેલ્થ સેન્ટરમાં ડોગ બાઈટના કેસમાં મહત્વના ગણાતા ટીટી ના ઇન્જેક્શન ઉપલબ્ધ નહીં હોવાથી કુતરા કરડવાના કેસમાં દર્દીઓને ઇન્જકેશન માટે આમતેમ ધક્કા ખાવા પડી રહ્યા છે,તેમજ જાત પૈસા ખર્ચીને બહારથી ઇન્જકેશનો લાવવા પડી રહયા છે.
લીંબાયતના શિવાજીનગરમાં રહેતા 45 વર્ષીય દત્તુભાઈ ભાસ્કરભાઈ કોળીને આજે સવાર એક પગમાં કૂતરાએ ભચકુ ભર્યું હતું.તેઓ સારવાર માટે તાત્કાલિક લીંબાયત હેલ્થ સેન્ટર ખાતે દોડી આવ્યા હતા.તેમને એજણાવ્યું હતું કે મેડિકલ ઓફિસરે તેમને જોયા બાદ ઇન્જકેશન લાવવા માટે મોકલ્યા હતા.હેલ્થ સેન્ટરમાં ઇન્જકેશન નહીં હોવાથી તેમને બાહરથી લઇ આવવા માટે કહ્યું હતું.જેથી તેમનો ભત્રીજો તેમને હેલ્થ સેન્ટમાં જ બેસાડીને ઇન્જકેશન લેવા માટે ગયો હતો.બીજા બનાવની વાત કરીએ તો લીંબાયતના નારાયણનગર રહેતા એમડી ખતીબે જણાવ્યું હતું કે ગત રાત્રે તેમની પત્ની અસગરીને (ઉ.વ. 30 ) કૂતરાએ કરડી લીધું હતું.જેથી આજે સવારે તેઓ પત્નીને સારવાર માટે લીંબાયત હેલ્થ સેન્ટરમાં લઇ આવ્યા હતા.મેડિકલ ઓફિસરે એક ચિઠ્ઠીમાં ટીટી નું ઈંન્જેકશન લખીને બહારથી લઇ આવવા માટે જણાવ્યું હતું.તેમને જણાવ્યું હતું કે તેઓ કેટલાક મેડિકલ સ્ટોરમાં ફર્યા પરંતુ ઇન્જેક્શન જલ્દી મળતું નહિ હતું.જોકે બાદમાં એક મેડિકલ સ્ટોરમાંથી ઇન્જકેશન મળતા લઇ આવ્યા હતા. ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.આ બને કેસમાં દર્દીઓને પૈસા ખર્ચીને બહારના મેડિલ સ્ટોરમાંથી ટીટી ના ઈન્જેકશન લાવવાની નોબત આવી હતી,જેને પગલે તેમની હાલત કફોડી બની ગઈ હતી.
હેલ્થ સેન્ટરમાં ઇન્જેક્શનો ઉપલબ્ધ નથી,ઉપર જાણ કરવામાં આવી છે.
હેલ્થ સેંટરના સ્ટાફે જણાવ્યું હતું કે હાલમાં ટીટી નું ઇન્જકેશન અહીંયા ઉપલબ્ધ નથી.આ અંગે ઉપર વાત કરવામાં આવી છે.પરંતુ અત્યારથી સુધી સ્ટોક આવ્યો નથી.જેથી દર્દીઓને બાહરથી લાવવા માટે જણાવવામાં આવી રહયું છે.વધુમાં જાણવા મળ્યું હતું કે લીંબાયતના હેલ્થ સેન્ટરમાં પ્રતિદિન 15 થી 20 જેટલા ડોગ બાઈટના દર્દીઓ આવે છે.હાલમાં ટીટી નું ઇન્જેક્શન ઉપલબ્ધ નહીં હોવાથી આ તામને ચિઠ્ઠીમાં લખીને બહારના મેડિકલ સ્ટોરમાં લેવા માટે મોકલવામાં આવી રહ્યા છે.આવી પરિસ્થિતિને કારણે દર્દીઓને ઈન્જેકશન માટે આમતેમ ધક્કા કહેવા પડી રહ્યા છે.