સુરતના સચિનમાં મોબાઈલ લૂંટવા આવેલા ઈસમો કામદારની હત્યા કરી ફરાર, જુઓ સીસીટીવી વીડીયો

0

સુરત શહેરના સચિન વિસ્તારમાં લૂંટ કરવા આવેલા ઈસમોએ એક કારીગરની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. મોબાઈલની લૂંટ કરવા આવેલા ત્રણ ઈસમોનો કામદારે પ્રતિકાર કરતા તેની હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લૂંટ વિથ મર્ડરની આ ઘટના ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.

 

સુરતના સચિન વિસ્તારમાં મોબાઇલને કારણે એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે સચિન વિસ્તારમાં સાડીના કારખાનામાં કામ કરતો સની ચૌહાણ નામનો યુવક રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં સુડા સેક્ટર નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે લૂંટના ઇરાદે ત્રણ ઈસમો બાઇક પર આવ્યા હતા અને તેમાંથી એક ઈસમે શનીના હાથમાંથી મોબાઇલ ઝુટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શનિએ તેનો પ્રતિકાર કરતા તેના પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટનામાં શનિ ગંભીર રીતે ઘવાયો. તો બીજી તરફ બાઈક પર આવેલા ત્રણેય લુટારો ક્યાંથી ભાગી છુટ્યા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

ઘટના સીસીટીવીમા કેદ

સચિન વિસ્તારમાં બનેલ લૂંટ વિથ મર્ડરની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે શનિ રોડ પરથી પસાર થઈ રહ્યો છે તે દરમિયાન ત્રણેય ઇસમો બાઇક પર આવે છે અને મોબાઈલ ઝુટવાનો પ્રયાસ કરે છે જ્યાં શની પ્રતિકાર કરતા ત્રણમાંથી એક ઈસમ તેના પર ચપ્પુ વડે હુમલો કરે છે અને ત્યાંથી ભાગી છૂટે છે. આ ઘટનામાં નજીકમાં બેસેલ અન્ય એક વ્યક્તિ કારખાનામાંથી ફટકો લાવી લૂંટારોને મારવાનો પ્રયાસ કરે છે પરંતુ તે પહેલા જ લૂંટારો ત્યાંથી ફરાર થઈ જાય છે.

સુરતના સચિન વિસ્તારમાં બનેલ લૂટ વિથ મર્ડર ની આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે સચિન પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *