National: દિવાળી સુધીમાં દેશના દરેક મોટા શહેરમાંરિલાયન્સ 5G સેવા શરૂ કરશે

0

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીની જાહેરાત

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ આજે કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં પજી ટેલિકોમ સર્વિસ લોન્ચ કરવા અંગે મોટી જાહેરાત કરી છે. રિલાયન્સે તાજેતરમાં જ પજી સ્પેક્ટ્રમની ખરીદી કરી છે અને દિવાળી સુધીમાં દેશના દરેક મોટા શહેરમાં ૫જી સર્વિસ શરૂ થઈ જવાની શક્યતા છે. ત્યાર બાદ નાના શહેરોનો વારો આવશ

રિલાયન્સનું 5G સર્વિસ માટેબેલાખ કરોડરૂપિયાનું રોકાણ

રિલાયન્સ જિયો વિશ્વમાં સૌથી ઝડપથી પજી રોલઆઉટ પ્લાન સાથે સજ્જ છે. આ પ્રસંગે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ કહ્યું કે, પજીમાં પુષ્કળ શક્યતા રહેલી છે જે આપણા દેશના કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. તેનાથી એગ્રીકલ્ચર, હેલ્થકેર અને એજ્યુકેશન ક્ષેત્રે ચિત્ર બદલાઈ

રિલાયન્સની એજીએમમાં ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ જાહેર થઈ હતીજેમાંથી એક જિયો ક્લાઉડ પીસી પણસામેલ છે. તેમાં જિયોફાઈબરનો ઉપયોગ કરીને ગ્રાહકો એક વર્ચ્યુઅલ પીસીનો ઉપયોગ કરી શકશે. તેના માટે કોઈ નવું રોકાણ કરવાની કે અપગ્રેડ કરવાની જરૂર નહીં પડે. પીસીનો પાવર મેળવવા માટે તે એક સુપર એફોર્ડેબલ રસ્તો છે. પજી માટે પણ જિયો તેના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરાશે જે સ્ટેન્ડ-અલોન પજી તરીકે ઓળખાશે. તે ૪જી નેટવર્ક પર બિલકુલ આધારિત નહીં હોય

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સે તમામ બિઝનેસમાં જોરદાર વૃદ્ધિ કરી છે અને હવે કંપનીની આવક ૧૦૦ અબજ ડોલરને પાર કરી જશે. રિલાયન્સની  કોન્સોલિડેટેડ રેવન્યુ ૪૭ ટકા વધીને રૂ. ૭.૯૩ લાખ કરોડને પાર કરી ગઈ છે

મુકેશ અંબાણીએ પોતાના વક્તવ્ય દરમિયાન વૈશ્વિક અર્થતંત્રની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે ઉંચા ફુગાવા અને સપ્લાય ખોરવાઈ જવાના કારણે ગ્લોબલ અનિશ્ચિતતા વધી છે. પરંતુ આ દરમિયાન ભારતે વૃદ્ધિ કરી છે અને સ્થિરતા ટકાવી રાખી છે. દેશના કેટલાક ભાગોમાં આજથી જ પજી સર્વિસ લોન્ચ થશે તેમ માનવામાં આવતું હતું પરંતુ મુકેશ અંબાણીએ આ લોન્ચ દિવાળીના તહેવારો સુધી લંબાવ્યું છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *