રવીના ટંડને પણ અસ્સલ જિંદગીમાં કર્યો હતો “ડર” મુવી જેવા પાગલ પ્રેમીનો અનુભવ !
રવિના ટંડને(Raveena Tondon) આ અઠવાડિયે સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3′માં ગેસ્ટ જજ તરીકે ભાગ લીધો હતો. આ ખાસ અવસર પર, IBD ટીમે પણ રવિના ટંડનને તેમના ડાન્સ પર્ફોર્મન્સ સાથે અદ્ભુત શ્રદ્ધાંજલિ આપી હતી. રવીનાએ પણ IBDનો આ એપિસોડ ખૂબ જ માણ્યો અને તેના જૂના દિવસોને યાદ કરતાં તેણે સ્પર્ધકો સાથે કેટલીક રસપ્રદ ટુચકાઓ પણ શેર કરી, આ ટુચકાઓમાંથી એક રવિના ટંડન અને તેના ક્રેઝી ફેન્સનો હતો, જેણે ગાંડપણની તમામ હદો પાર કરી દીધી હતી.
રવિનાએ કહ્યું- ‘મારા જીવનમાં પણ મેં ઘણા એવા ફેન્સનો સામનો કર્યો છે જે મારા માટે પાગલ હતા. ગાંડપણ એટલી હદે હતું કે મને બીક લાગી. એક ચાહક મને લોહીની મોકલતો હતો. ખબર નહીં કેમ, તે બોટલમાં લોહી લેતો, તેની સાથે પત્ર લખતો અને લોહીની બોટલ પણ મોકલતો. લગ્ન પછી પણ તે પત્રો લખતો હતો, તે પત્રોમાં મારા પતિનું નામ પણ લખવા લાગ્યો હતો. જ્યારે પણ અમે ઘર બદલતા ત્યારે તેને આ વાતની જાણ હતી. મારા માટે તે ફિલ્મ ‘ડર’ જેવું વાતાવરણ હતું.
મોટાભાગના ચાહકો પ્રેમ કરે છે
આ અભિનેત્રી કહે છે કે બધા ચાહકો આના જેવા ખતરનાક કે વિચિત્ર નથી હોતા. તેના મોટાભાગના ચાહકો તેને પ્રેમ કરે છે. રવિનાએ કહ્યું, “હું ક્રિકેટ મેચ જોવા રાજસ્થાન ગઈ હતી, ત્યાં ભીડમાં મારા પ્રશંસકો ગુલાબ આપીને રડી રહ્યા હતા, મેં તેમને સ્ટેજ પર બોલાવ્યા, પછી તેમણે મને બતાવ્યું કે તેઓએ તેમના આખા શરીર પર મારા નામનું ટેટૂ બનાવ્યું છે. હું તેને પ્રેમ કહીશ, કારણ કે તેઓએ મને બિલકુલ પરેશાન નથી કરી.”