રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ : કહ્યું આ હિન્દુસ્તાનના લોકતંત્ર પર હુમલો
રાહુલ ગાંધીની(Rahul Gandhi) લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જો તેમને ત્યાંથી રાહત મળે તો તેમના માટે મોટી મુસીબત આવી શકે છે. સામાજિક કાર્યકર આભા મુરલીધરને પણ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. તેમણે માંગ કરી છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે.
રાહુલે ઉમેર્યું હતું કે મને ગેરબંધારણીય કહીને મારો અવાજ તેઓ રોકી નહીં શકે. હું હિન્દુસ્તાનના લોક તંત્ર માટે લડી રહ્યો છું. હું કોઈનાથી ડરતો નથી અને હું સવાલ પૂછવાનું પણ બંધ નહીં કરું. મોદી અને અદાણીના ફોટા મેં સંસદમાં બતાવ્યા હતા. અદાણી પર મેં સવાલો પૂછ્યા હતા. તેના માટે સ્પીકરને વિસ્તારથી પત્ર પણ લખ્યો હતો. પણ મારા પર વિદેશમાં ખોટું ફેલાવવાનો આરોપ મુકવામાં આવ્યો. મારા વિષે સંસદમાં ખોટું ફેલાવવામાં આવ્યું અને સંસદમાં મારુ ભાષણ પણ કાપવામાં આવ્યું. આખરે મોદી અને અદાણી વચ્ચે શું સબંધ છે ?