માનહાનિના કેસમાં 23 માર્ચે રાહુલ ગાંધી સુરત આવશે, સ્વાગતમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સુરતમાં ધામા

0

વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઇને સુરતમાં ભાજપના ધારાસભ્ય પુણેસ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહની નો કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આગામી 23 એપ્રિલના રોજ આ કેસમાં સંભવિત ચુકાદો આવી શકે તેમ હોય રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીના સ્વાગતને લઈને કોંગ્રેસના નેતાઓ દ્વારા તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

ચૂંટણી દરમિયાન ભાષણમાં આરો પ્રત્યારોપ નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક સભામાં રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને ટિપ્પણી કરી હતી જેને લઈને સુરતમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા પૂર્ણેશ મોદી દ્વારા સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ કર્યો છે જેને લઇને અગાઉ પણ રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી પુરાવી ચૂક્યા છે આ કેસમાં સંભવિત 23 એપ્રિલના રોજ ચુકાદો આવી શકે તેમ છે ત્યારે રાહુલ ગાંધી પણ ચુકાદા વખતે કોર્ટમાં હાજર રહેવાના છે રાહુલ ગાંધી ભારત જોડે યાત્રા પછી સૌપ્રથમ વખત સુરત આવી રહ્યા હોય કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના સ્વાગતમાં કોઈ કસર બાકી માંગતા નથી જેને લઈને ગુજરાતના કોંગ્રેસના દિગજ નેતાઓએ સુરતમાં ધામા નાખ્યા છે ઈશ્વર ફાર્મ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની એક બેઠક પણ મળી હતી જેમાં રાહુલ ગાંધીની આગમનથી લઈને સ્વાગત સુધીની તમામ તૈયારીઓ અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સીધા કોર્ટમાં જવા રવાના થશે. ત્યારે રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસના નેતાઓ હાલ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે ભરત સિંહ સોલંકી, જગદીશ ઠાકોર સહિતના ગુજરાતના દિગગજ નેતાઓની બેઠક મળી હતી અને રાહુલ ગાંધીના આગમન થી લઈને તેઓના સ્વાગતની તૈયારીઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *