Surat:”આ સામાન્ય સભા છે મેયરનો અંગત રાજદરબાર નથી” બેનરો સાથે સુરત મનપાના સભાગૃહ બાર વિપક્ષના ઘરણા
Surat (SMC)મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં લઠ્ઠાકાંડ મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા હતા. જેથી તેઓને મનપા મેયર દ્વારા બે સામાન્ય સભા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે આ અંગે વિપક્ષને સત્તાવાર રીતે કોઈ પણ જાણકારી ન અપાતા વિપક્ષ આજરોજ સામાન્ય સભામાં ઉપસ્થિત થયો હતો પરંતુ સભાખંડની બહાર મોઢા પર કાળી પટ્ટી બાંધીને મૌન પાડીને વિરોધ નોંધાયો હતો.
સામાન્ય સભા ખંડ બહાર મોઢા પર કાળી પટ્ટી બાંધીને વિપક્ષે મૌન પાળી નોંધાવ્યો વિરોધ
“આ સામાન્ય સભા છે મેયરનો અંગત રાજદરબાર નથી”: વિપક્ષ
લોકશાહીની હત્યા બંધ કરો સહિતના બેનરો અને મોઢા પર કાળી પટ્ટી બાંધી સુરત મહાનગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પટેલ સભા ગૃહ 12 આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધરણા ઉપર બેસી ગયા છે. જો કે સામાન્ય સભાની હોલ બહાર આમ આદમી પાર્ટી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરી ધરણા પર બેસી ગયા છે.તેને કારણે સુરત પોલીસ અને પાલિકાની સિક્યુરિટી નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા માટે વિપક્ષને સસ્પેન્ડ કરવામાં આવતા વિપક્ષે જણાવ્યું હતું કે કેટલી સભા માટે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની જાણકારી અમને અપાય નથી અને અમારો અવાજ દબાવી દેવા માંગતા હોવાથી અમે આજે મોઢા પર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન સાથે ધારણા પર ઉતર્યા છે. અગાઉની સામાન્ય સભામાં થયેલા હોબાળા ને પગલે આજ રોજ ફરી પહેલા જેવો હંગામો ન થાય તે માટે અગાઉથી પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી ખડકી દેવામાં આવી છે