નશાની હાલતમાં માથાભારે ઈસમોએ પોલીસ મથકમાંજ કરી તોડફોડ: પોલીસે શીખવાડયો સબક
સુરતમાં સામાજિક તત્વો એ હદે બેફામ બન્યા છે કે તેઓને પોલીસનો ખોફ તો નથી જ પરંતુ તેઓએ હવે પોલીસને જ નિશાન બનાવ્યા છે. ઘટના સુરતના સીંગણપોર વિસ્તારની છે જ્યાં નશાની હાલતમાં રાત્રિના સમયે બે ઈસમોએ પોલીસની પી સી આર વાન ચાલક સાથે માથાકૂટ કરી હતી. એટલું જ નહીં પરંતુ બંને ઈસમોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાને પગલે સિંગણપોર પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને સિંગણપોર પોલીસ મથકમાં પો.કો તરીકે ફરજ બજાવતા રિંકુભાઈ સંગાડા ડ્રાઇવર નિલેશકુમાર રાઠવા સાથે પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હરિદર્શનના ખાડા પાસે એસએમસી પાર્ટી પ્લોટ નજીક બે લોકો બુમાંબૂમ પાડી મારામારી કરી બખેડો કરી રહ્યા હતા. જેથી પોલીસે તેમને પકડીને પીસીઆર વાનમાં બેસાડ્યા હતા અને બંનેને લઈને પોલીસ મથક જઈ રહ્યા હતા તે વેડાએ રસ્તામાં બંને ઈસમોએ પાછળથી કોન્સ્ટેબલ અને ડ્રાઇવરનું શર્ટનો કોલર પકડી લીધો હતો અને ગાળાગાડી કરી હતી. એટલું જ નહીં તેઓએ પોલીસ ગરમી સાથે મારામારી પણ કરી હતી જેથી પોલીસ કર્મીઓ પીસીઆર વાનમાંથી બહાર ઉતરી ગયા હતા. અને આ અંગે પોલીસ મથકમાં જાણ કરી હતી.
પોલીસ મથકના અન્ય કર્મીઓ સ્થળ પર પહોંચે તે પહેલા એક ઈસમે પીસીઆરનો કાચ તોડી નાખ્યો અને વાયરલેસ સેટને પણ નુકસાન પહોંચાડ્યું હતું.ત્યારબાદ અન્ય પોલીસ કર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બંને ને પોલીસ મથકે લઇ ગયા હતા.જ્યાં તેમની પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામ જીતું ઉર્ફે મજનુભાઈ કુંવર અને હિતેશ ભાઈ બાબુભાઈ આહીર જણાવ્યું હતું.તો બીજી બાજુ પીસીઆરવાનનો કાચ તોડનાર જીતું ઉર્ફે મજનુભાઈ કુંવરે પોલીસ મથક મા પણ પોલીસની કેબીનનો કાચ તોડી નાખ્યો હતો. આ સમયે તેને હાથ પર ઈજા થતા પ્રાણનાથ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પણ તેણે પોલીસ કર્મીઓ અને હોસ્પિટલના સ્ટાફ સાથે ઝઘડો કરી ગાળાગાળીહતી અને અન્ય ઈસમે પોલીસ કર્મીને ઘમકી ઓ આપી હતી કે હું તમને જોઈ લઈશ.જેથી આ ઘટના બાદ સીંગણપોર પોલીસે ગુનો દાખલ કરી બંને ની ઘરપકડ કરી આગળની તપાસ હાથ ઘરી છે.