રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા આવશે PM Modi : સુરક્ષા માટે 3 હજાર જવાનો રહેશે તૈનાત
રાજકોટ (Rajkot) ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ રાજકોટ આવશે. ઉદ્ઘાટન અને જાહેર સભાને લઇ શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. 3 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. રેસકોર્સ મેદાનમાં જાહેરસભાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
PM મોદી 27 જુલાઇએ શહેરના હિરાસર ખાતે બનેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા રાજકોટ આવશે. પોલીસના જણાવ્યા અનુસાર 27મી જુલાઈએ એરપોર્ટ પર વડાપ્રધાનના ઉદ્ઘાટન કાર્યક્રમ અને રેસકોર્સ મેદાનમાં યોજાનારી જાહેરસભાને ધ્યાનમાં રાખીને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ 4 ડીસીપી, 5 એસપી, 18 એસીપી અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ્સ, 60 પીઆઈ, 169 પોલીસ, 2721 મહિલા, 272 મહિલા પીઆઈ, 621 મહિલા પોલીસ કર્મચારી વડાપ્રધાનના કાર્યક્રમની વ્યવસ્થામાં 118 SRP, 370 LRD, 01 હોમગાર્ડ 408 TRB અને 10 માઉન્ટેડ જવાન સહિત 3 હજારથી વધુ જવાન તૈનાત રહેશે.
બોડી વર્ન કેમેરા, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, વરુણ, વ્રજ સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનના કાર્યક્રમમાં આવતા લોકોની ચકાસણી કરવામાં આવશે અને પોલીસ બોડી વર્ન કેમેરા, સીસીટીવી, બાયોનોક્યુલર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, વરુણ, વ્રજ, બેગેજ સ્કેનર સહિતના આધુનિક સાધનોથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.