PM Modi એ ગણાવ્યું બજેટને ઐતિહાસિક : વિકસિત ભારતના નિર્માણમાં મજબૂત પાયો નાંખવાનું કરશે કામ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે અમૃત કાલનું પ્રથમ બજેટ વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત પાયો નાખશે. આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતો સહિતના મહત્વાકાંક્ષી સમાજના સપનાઓને પૂર્ણ કરશે. પીએમ મોદીએ કહ્યું, “હું આ ઐતિહાસિક બજેટ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમને અભિનંદન આપું છું.”