OnePlus નો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ : જાણો કેટલી છે કિંમત
હેન્ડસેટ ઉત્પાદક OnePlus દ્વારા ભારતીય બજારમાં ગ્રાહકો માટે OnePlus ઓપન ફોલ્ડિંગ ફોન લોન્ચ કર્યો છે. આ આવનાર મોડલ કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન છે, વનપ્લસની ઓફિશિયલ સાઈટ સિવાય, એમેઝોન પર આ ડિવાઈસ માટે એક અલગ માઈક્રોસાઈટ પણ તૈયાર કરવામાં આવી છે, જેના પરથી એક વાત સ્પષ્ટ છે કે લોન્ચ થયા પછી આ OnePlus સ્માર્ટફોન માટે ઉપલબ્ધ કરવામાં આવશે. વનપ્લસની ઓફિશિયલ સાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ફોલ્ડેબલ ફોન ગ્રાહકો માટે લોન્ચ કરવામાંઆવ્યો છે.
લીક્સ અનુસાર, OnePlus Openમાં 6.3-ઇંચ 2K AMOLED કવર ડિસ્પ્લે છે જે 120 Hz રિફ્રેશ રેટ અને 2800 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ સાથે આવી શકે છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો તાજેતરમાં લીક થયેલી માહિતી મુજબ ફોનમાં ત્રણ રિયર કેમેરા, 48 મેગાપિક્સલ Sony LYTIA-T808 સેન્સર હશે.
OnePlus Open Foldable Indian price ✨
Expected ₹1,39,999
1st sale date – 27 October, 2023.Specifications
📱 7.8″ 2K Inner AMOLED display
120Hz
📱 6.31″ outer AMOLED
120Hz refresh rate
🍭 Android 13
🔳 Snapdragon 8 Gen 2 – 3.36GHz
LPDDR5x RAM & UFS 4.0 storage
🔋 4800mAh… pic.twitter.com/8f1LYZIPeQ— Abhishek Yadav (@yabhishekhd) October 13, 2023
વધુમાં, 48-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 64-મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા સેન્સર પ્રદાન કરી શકાય છે. સેલ્ફી માટે, 20-મેગાપિક્સલ (આંતરિક) અને 32-મેગાપિક્સલ (બાહ્ય) સેલ્ફી કેમેરા સેન્સર આગળના ભાગમાં પ્રદાન કરી શકાય છે.
ભારતમાં OnePlus ઓપન પ્રાઇસ: કિંમત કેટલી છે?
થોડા દિવસો પહેલા ટીપસ્ટર અભિષેક યાદવે આ અપકમિંગ મોડલની કિંમત સાથે જોડાયેલી માહિતી પોસ્ટ કરીને આપી હતી. આટલું જ નહીં, પ્રથમ સેલ અંગે સંકેત આપવામાં આવ્યો હતો કે ફોનનું વેચાણ 27 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. આ કિંમત હાલમાં લીક્સ પર આધારિત છે પરંતુ સત્તાવાર કિંમત આજે સાંજે ઇવેન્ટ દરમિયાન જાહેર કરવામાં આવશે.