કઈ તારીખે છે મહાશિવરાત્રી ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
હિંદુ(Hindu) કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો(Mahashivratri) તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ થયા હતા. એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ વખતે મહાશિવરાત્રીની તિથિને લઈને લોકોમાં ભારે અસમંજસ છે. કેટલાક લોકો 18 ફેબ્રુઆરીએ તો કેટલાક લોકો 19 ફેબ્રુઆરીને મહાશિવરાત્રી કહી રહ્યા છે. આવો તમને જણાવીએ કે મહાશિવરાત્રીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે.
મહાશિવરાત્રી ક્યારે ઉજવાશે?
હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર શનિવાર, 18 ફેબ્રુઆરીએ રાત્રે 08:03 વાગ્યે શરૂ થશે અને રવિવાર, 19 ફેબ્રુઆરીએ સાંજે 04:19 વાગ્યે સમાપ્ત થશે. મહાશિવરાત્રીની પૂજા નિશિતા કાળમાં થતી હોવાથી આ તહેવાર 18 ફેબ્રુઆરીએ જ ઉજવવો યોગ્ય રહેશે.
મહાશિવરાત્રી પર ત્રિગ્રહી યોગ
આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ બનવાનો છે. આ વખતે મહાશિવરાત્રી પર ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. 17 જાન્યુઆરી, 2023ના રોજ ન્યાયમૂર્તિ દેવ શનિ કુંભ રાશિમાં બેઠા હતા. હવે 13 ફેબ્રુઆરીએ ગ્રહોનો રાજા સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. 18 ફેબ્રુઆરીએ શનિ અને સૂર્ય સિવાય ચંદ્ર પણ કુંભ રાશિમાં રહેશે. એટલા માટે શનિ, સૂર્ય અને ચંદ્ર એક સાથે કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બનાવશે. જ્યોતિષીઓએ તેને ખૂબ જ દુર્લભ સંયોગ ગણાવ્યો છે.