રક્ષાબંધનના દિવસે શહેરની બીઆરટીએસ અને સીટી બસમાં મહિલાઓ-બાળકોને મફત મુસાફરીનો મળશે લાભ
સુરત મહાનગરપાલિકાની (SMC) ખાસ સામાન્ય સભામાં ટ્રાન્સપોર્ટ પ્રમુખ રમીલા પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાએ જ્યારે બસ સેવા શરૂ કરી ન હતી ત્યારે સુરતની અંદર ઘણા મુસાફરો રિક્ષામાં મુસાફરી કરતા હતા અને મુસાફરો પાસેથી વધુ ભાડું પણ વસૂલવામાં આવતું હતું.
મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા શરૂ કર્યા બાદ દરરોજ 2.5 લાખ મુસાફરો સીટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માત્ર રૂ. 1000 ચૂકવીને આખા વર્ષ દરમિયાન અમર્યાદિત મુસાફરીનો આનંદ માણી શકે છે.
આ સાથે તેમણે ગત વર્ષની જેમ આગામી રક્ષાબંધનના દિવસે સુરત મહાનગરપાલિકાની BRTS અને સીટી બસોમાં મહિલાઓ અને બાળકો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે તેવી મહત્વની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઓએનજીસી અને સરથાણા વચ્ચે પ્રાયોગિક ધોરણે માત્ર મહિલા બસ શરૂ કરવામાં આવશે.